AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAF Airmen Exam 2021: એરમેન ભરતી પરીક્ષાની તારીખ અને પરીક્ષા કેન્દ્રો જાહેર, જાણો વધુ વિગતો

IAF Airmen Exam 2021: સેન્ટ્રલ એર ફોર્સ સિલેક્શન બોર્ડ (CASB)દ્વારા જારી કરવામાં આવેલા ગ્રુપ X અને ગ્રુપ Y ટ્રેડમાં એરમેન પદ માટે ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

IAF Airmen Exam 2021: એરમેન ભરતી પરીક્ષાની તારીખ અને પરીક્ષા કેન્દ્રો જાહેર, જાણો વધુ વિગતો
IAF Airmen Exam 2021
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 09, 2021 | 2:30 PM
Share

IAF Airmen Exam 2021: સેસેન્ટ્રલ એર ફોર્સ સિલેક્શન બોર્ડ (CASB)દ્વારા જારી કરવામાં આવેલા ગ્રુપ X અને ગ્રુપ Y ટ્રેડમાં એરમેન પદ માટે ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જાહેર કરેલી સૂચના મુજબ, એરમેનની ભરતી માટે લેવામાં આવતી પસંદગીની પરીક્ષા 18 એપ્રિલથી 22 એપ્રિલ, 2021 દરમિયાન લેવામાં આવશે. તેમજ પરીક્ષા કેન્દ્રોની વિગતો (IAF Airmen Exam 2021) પણ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

એરમેનની પોસ્ટ માટે જાહેર કરેલ ખાલી જગ્યા પર અરજી કરવાં વાળા ઉમેદવારે સતાવાર વેબસાઈડ પર જઈને પરીક્ષા કેન્દ્રની વિગતો અને પરીક્ષાની તારીખ (IAF Airmen Exam 2021) ચકાસી શકે છે, સેન્ટ્રલ એર ફોર્સ સિલેક્શન બોર્ડ (CASB)દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, કોરોનાથી બચાવને ધ્યાનમાં રાખીને કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

કોરોના નિયમોનું પાલન કરવું પડશે સેન્ટ્રલ એર ફોર્સ સિલેક્શન બોર્ડ (CASB) તરફથી જાહેરાત મુજબ કોરોના મહામારીમાં ફરીથી વધી રહેલ સંક્રમણ ને કારણે સખ્તા નિયમ નાનાવ્યા છે આ નીયામ અનુસાર ઉમેદવારે પોતાની સાથે ઓનલાઈન ડોઉનલોડ કરેલ પરિક્ષા રસીદ (IAF Airmen Exam Admit Card 2021) ની કલર પ્રિન્ટ ઓઉટ અને સાથે સેલ્ફ ડીકલેરેશન ફોમ ભરવું પડશે

પ્રવેશ કાર્ડમાં સુધારાની તક

સીએએસબી (CASB)દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ ઉમેદવારે પ્રવેશ કાર્ડ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો બોર્ડ ના આ અધિકારી સાથે સંપર્ક કરી શકશે, પ્રવેશ કાર્ડ માટેની ફરિયાદ માટે આ ફોન નંબર પર સંપર્ક કરી શકાશે :– 020-25503105/106

પસંદગી પ્રક્રિયા

તમને જણાવી દઈએ કે આ પોસ્ટ માટે ઉમેદવારે નું સિલેકશન ઓનલાઈન પરિક્ષા , ફીજીકલ ફીટનેશ પરિક્ષા , મેડીકલ પરિક્ષા અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન પ્રમાણે થશે આમા ફીજીકલ પરિક્ષા મા SSB ઇન્ટરવ્યૂ માટેની કોઈ જોગવાઈ નથી ઉમેદવારના દસ્તાવેજ ચકાસણી દરમિયાન મેડીકલ પરિક્ષા પણ લેવામાં આવશે.

વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">