એરફોર્સમાં અગ્નિવીર બનવાની તક, IAF અગ્નિવીર વાયુ માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાય

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 6:57 AM

IAF Agniveer Recruitment : ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુના પદ માટે ખાલી જગ્યા બહાર આવી છે. આ માટે ભારતીય વાયુસેનાની ઓફિશિયલ વેબસાઇટ www.agnipathvayu.cdac પર જઈને અપ્લાય કરવાનું રહેશે.

એરફોર્સમાં અગ્નિવીર બનવાની તક, IAF અગ્નિવીર વાયુ માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાય

IAF Agniveer : ભારતીય વાયુસેનામાં જોડાવાનું સપનું જોઈ રહેલા યુવાનોને જણાવવામાં આવે છે કે તેમની પાસે તેમનું સપનું પૂરું કરવાની તક છે. વાસ્તવમાં ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુ તરીકે એરફોર્સમાં જોડાવા માટે અપરિણીત ભારતીય પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગી છે. IAF Agniveervayu Recruitment 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 17 માર્ચથી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં યુવાનોને જણાવી દઈએ કે તેઓ વહેલી તકે અપ્લાય કરે.

આ પણ વાંચો : અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે 17 માર્ચથી કરી શકાશે અરજી, આ ડિગ્રી વિના નહીં કરી શકો અપ્લાય

ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર યોગ્ય અને રસ ધરાવતા યુવાનો ઓફિશિયલ વેબસાઇટ www.agnipathvayu.cdac પર જઈને 31 માર્ચ સુધીમાં નોકરી માટે અપ્લાય કરી શકશે. એરફોર્સમાં અગ્નિવીર બનવાનું સપનું જોતા યુવાનોને જણાવવામાં આવે છે કે રજીસ્ટ્રેશન બાદ તેમને પરીક્ષામાં બેસવાનું રહેશે. અગ્નિવીરવાયુ ભરતી પરીક્ષા 20મી મેના રોજ લેવામાં આવશે. ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન પણ ચકાસી શકાય છે.

IAF Agniveervayu Recruitment 2023 Official Notification

IAF Agniveervayu 2023 માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન

  1. એરફોર્સમાં અગ્નિવીરવાયુ બનવા માટે ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.
  2. હવે તમારે રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  3. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પછી અરજી ફોર્મ ભરવું પડશે.
  4. અંતે પરીક્ષા ફી ભરીને ફોર્મ પૂર્ણ કરો.
  5. છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો.
  6. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

IAF Agniveervayu માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયા

ઉંમર મર્યાદા : ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ માટે અરજી કરનાર યુવકનો જન્મ 26 ડિસેમ્બર 2002 થી 26 જન્મ 2006 ની વચ્ચે હોવો જોઈએ.

અરજી ફી : અગ્નિવીરવાયુ અરજી ફોર્મ ભરવા માટે રૂપિયા 250 પરીક્ષા ફી તરીકે ચૂકવવાના રહેશે. આ સિવાય અન્ય કોઈ ફી ભરવાની નથી.

ઉમેદવારોને કહેવામાં આવે છે કે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તેઓએ તેમનો આધાર નંબર પણ દાખલ કરવો પડશે. જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલયના યુવાનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati