AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

26 ઓક્ટોબરના રોજ, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ સમક્ષ તેના મેડિકલ અભ્યાસક્રમો માટે NEET પ્રવેશમાં આરક્ષણ માટે EWS શ્રેણીને 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Hearing today in Supreme court on reservation of OBC and EWS in NEET Counselling for postgraduate medical seats
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 11:34 AM
Share

ભારતની સર્વોચ્ચ અદાલત (Supreme Court) નીટ (NEET 2021) દ્વારા અનુસ્નાતક મેડિકલ બેઠકો પર અન્ય પછાત વર્ગ (OBC) માટે 27 ટકા અને આર્થિક રીતે નબળા ( EWS) વર્ગ માટે 10 ટકા અનામત આપવાના કેન્દ્ર અને ચિકિત્સા સલાહકાર સમિતિના નિર્ણયને પડકારવાવાળી અરજી પર આજે, 16 નવમ્બરને સુનાવણી હાથ ધરશે.

50 ટકા ઓલ ઈન્ડિયા કોટાની (AIQ) બેઠકો માટે NEET-PG કાઉન્સેલિંગ 25 ઓક્ટોબર, 2021થી શરૂ થવાનું હતું. જો કે, MCC એ NEET PG કાઉન્સેલિંગ 2021ની તારીખો મુલતવી રાખી હતી. ઉપરાંત, કેન્દ્રએ અગાઉ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે જ્યાં સુધી કોર્ટ ઓબીસી માટે 27 ટકા અને પીજી ઓલ ઈન્ડિયા કોટાની EWS બેઠકો માટે 10 ટકા (MBBS/BDS અને MD/MS/MDS) અનામતને પડકારતી અરજીઓ પર આદેશ નહીં આપે ત્યાં સુધી NEET PG 2021 માટે વર્તમાન શૈક્ષણિક સત્રનું કાઉન્સેલિંગ શરૂ થશે નહીં.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (D Y Chandrchud) અને જસ્ટિસ બીવી નાગરથ્નાની (BV Nagarathna) બેન્ચે ખાતરીની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે જો કોર્ટના નિર્ણય પહેલા કાઉન્સેલિંગ કરવામાં આવશે તો “વિદ્યાર્થીઓને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે”.

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું. “અમે તમારી વાત પર ભરોસો કરીએ છીએ કે જ્યાં સુધી આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય નથી લેતું ત્યાં સુધી નીટ 2021 પ્રવેશ પ્રક્રિયાનું કાઉન્સેલિંગ શરૂ નઈ થાય. જો તેની શરૂઆત થઈ ગઈ તો વિદ્યાર્થીઓને ગંભીર નુકસાન થશે”

21 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે શું તે તબીબી અભ્યાસક્રમો માટે NEET પ્રવેશમાં અનામત માટે EWS શ્રેણી માટે નિર્ધારિત 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા પર પુનર્વિચાર કરવા માંગે છે કે નહીં.

26 ઓક્ટોબરના રોજ, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ સમક્ષ તેના મેડિકલ અભ્યાસક્રમો માટે NEET પ્રવેશમાં આરક્ષણ માટે EWS શ્રેણીને 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું કે રકમ નક્કી કરવાનો સિદ્ધાંત તર્કસંગત છે અને તે બંધારણની (Constitution) કલમ 14, 15 અને 16 સાથે સુસંગત છે.

આ પણ વાંચો –

Vadodara: 5 એજન્સી અને 35 ટીમો, છતાં યુવતીના આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં આરોપીઓ કેમ પોલીસની પકડથી દૂર?

આ પણ વાંચો – Hardik Pandya એરપોર્ટ પર તેની સાથે શું થયું તે વિશે ટ્વિટ કરી જણાવ્યું, ઘડિયાળની સાચી કિંમતનો પણ ખુલાસો કર્યો

આ પણ વાંચો – Viral : દરિયાના મોજા સાથે રમતો જોવા મળ્યો સાપ, આવો અદ્ભૂત વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">