HDFC Bank Recruitment 2021: HDFC બેંક મોટી સંખ્યામાં કરવા જઈ રહી છે ભરતી, જાણો સમગ્ર વિગતો
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રિલેશનશિપ મેનેજરોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.

જે યુવાનો બેંકમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારી તક આવી છે. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કે MSME ક્ષેત્રમાં તેની પહોંચ વધારવા માટે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 500થી વધારે રિલેશનશિપ મેનેજરોની (Relationship Managers) ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિમણૂકો સાથે, બેંકની માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) શાખામાં કુલ સ્ટાફની સંખ્યા 2,500 સુધી જશે.
હાલમાં બેંકની MSME (Micro, Small and Medium Enterprises) શાખા તેના સંપર્ક મેનેજરો અને નિરીક્ષકો સાથે 545 જિલ્લાઓમાં પહોંચી છે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં આ પહોંચ ઓછામાં ઓછા 575 જિલ્લાઓ સુધી વધારવામાં આવશે.
બેન્કિંગ બિઝનેસ અને હેલ્થ કેર ફાઇનાન્સના વરિષ્ઠ કાર્યકારી ઉપાધ્યક્ષ સુમંત રામપાલે જણાવ્યું હતું કે, “અમે અમારી MSME પહોંચને 545 થી 575 જિલ્લાઓમાં વિસ્તૃત કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં ચાલુ નાણાકીય વર્ષમાં, MSME શાખામાં 500 થી વધુ લોકોની નિમણૂક કરવામાં આવી રહી છે. આથી આ શાખામાં કુલ સ્ટાફની સંખ્યા 2,500 થી વધારે થઈ જશે.”
MSME હેઠળ હોલસેલર અને રિટેલ લોનનો સમાવેશ કર્યા બાદ, બેન્કનું MSME માર્ચ 2021 ક્વાર્ટરમાં નજીવું વધીને 2,01,833 કરોડ થયું હતું. જે ડિસેમ્બર 2020માં 2,01,758 કરોડથી હતું. રામપાલે કહ્યું કે, બેંકનો MSME પોર્ટફોલિયો કાપડ, બાંધકામ, કૃષિ પ્રક્રિયા, રસાયણો, ઉપભોક્તા વસ્તુઓ, હોટલ અને રેસ્ટોરન્ટ્સ, ઓટો પાર્ટ્સ, ફાર્મા અને કાગળ ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.
તેમાં જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, વિતરકો અને સ્ટોકિસ્ટ્સનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેંક છેલ્લા 2 વર્ષથી આ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી રહી છે. અને રોગચાળા બાદ સરકાર દ્વારા નાના વેપારીઓ માટે ધિરાણ સુવિધાઓમાં વધારો કર્યા બાદ આ ક્ષેત્રનો વિકાસ ઝડપી બન્યો છે.
IDBI Recruitment 2021:
મહત્વનું છે કે, આ પહેલા આ ક્ષેત્રમાં HDFC સીવાય ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (IDBI)એ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બમ્પર વેકેન્સી બહાર પાડી છે. બહાર પાડવામાં આવેલી જગ્યા અનુસાર કુલ 650 પોસ્ટ્સ છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા (IDBI Recruitment 2021) હેઠળ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી પ્રક્રિયા આજથી એટલે કે 10 ઓગસ્ટ 2021થી શરૂ થઈ છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2021 છે.