AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી નોકરી મેળવવાની છે ઈચ્છા ? આ નાનકડા ઉપાયથી ફળશે મનોકામના !

નોકરી (job) સાથે જોડાયેલી તમામ પ્રકારની પરેશાની દૂર કરવા રોજ સવારે પક્ષીઓને 7 પ્રકારના અનાજ ચણમાં નાંખવા. શક્ય હોય ત્યાં સુધી નિત્ય મંદિરે દર્શન કર્યા બાદ જ ઓફિસે જવું.

સરકારી નોકરી મેળવવાની છે ઈચ્છા ? આ નાનકડા ઉપાયથી ફળશે મનોકામના !
Job remedies
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 01, 2023 | 6:32 AM
Share

વ્યક્તિને જીવનમાં સતત નોકરી સંબંધી કોઈને કોઈ પરેશાનીનો સામનો કરવો જ પડતો હોય છે. કોઈને મનગમતી નોકરી નથી મળતી તો કોઈને મનગમતી નોકરીમાં યોગ્ય વળતર નથી મળતું. કોઈને અનેક વર્ષો મહેનત કરવા છતાં નોકરીમાં બઢતી નથી મળતી. તો વળી, અનેક પ્રયત્ન કરવા છતાં કેટલાંકને સરકારી નોકરી મેળવવામાં સફળતા જ નથી મળતી ! ત્યારે આવો, આજે કેટલાંક એવાં ઉપાયો વિશે વાત કરીએ જે તમારા ભાગ્યના બંધ દ્વારને ખોલી દેશે અને તમને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવશે.

સરળ ઉપાયથી સમાધાન

⦁ નોકરી સાથે જોડાયેલી તમામ પ્રકારની પરેશાની દૂર કરવા રોજ સવારે પક્ષીઓને 7 પ્રકારના અનાજ ચણમાં નાંખવા.

⦁ શક્ય હોય ત્યાં સુધી નિત્ય મંદિરે દર્શન કર્યા બાદ જ ઓફિસે જવું.

⦁ નવી નોકરી મેળવવા માટે “ૐ શં શનિશ્વરાય નમ:” મંત્રનો જાપ કરવો.

⦁ જો ચાલુ નોકરીમાં તમે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો એક ખાસ ઉપાય અજમાવો. નોકરી માટે ઘરેથી નીકળો ત્યારે ડાબી બાજુના નસકોરાથી શ્વાસ લઈને પછી જ ઘરની બહાર નીકળવું. આ કાર્યથી તમને ચોક્કસપણે નોકરીના સ્થળ પર શાંતિની અનુભૂતિ થશે.

⦁ સળંગ 43 દિવસ સુધી નાગરવેલના પાનને પાણીમાં પ્રવાહિત કરવાથી પણ નોકરીમાં લાભની પ્રાપ્તિ થાય છે.

⦁ સારી નોકરી મેળવવા માટે કર્ક રાશિના જાતકોએ સૂર્યદેવની અને શિવજીની ઉપાસના કરવી જોઈએ.

⦁ શિવલિંગ પર જળ અને ચોખા અર્પણ કરવાથી નોકરીમાં બઢતીના યોગ બને છે. તેમજ નોકરીથી ઘરમાં ધનનું, સમૃદ્ધિનું આગમન થાય છે.

⦁ સંજીવની પર્વત ઉંચકેલી હનુમાનજીની તસવીર કે મૂર્તિને તેનો ચહેરો પૂર્વ દિશા તરફ રહે તે રીતે તમારી ઓફિસના ડેસ્ક પર મૂકવી. તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.

12 નામથી મનશાપૂર્તિ

⦁ જો નોકરીમાં સતત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, અનેક પ્રયત્ન કરવા છતાં જો બઢતી ન મળી રહી હોય કે કામના પ્રમાણમાં વેતન ન મળી રહ્યું હોય તો આવા સમયે હનુમાનજીના 12 નામનો જાપ અત્યંત ફળદાયી બની રહે છે.

⦁ હનુમાનજીના અત્યંત ફળદાયી 12 નામમાં હનુમાન, અંજનીસુત, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ઠ, ફાલ્ગુનસખા, પિંગાક્ષ, અમિતવિક્રમ, ઉદધિક્રમણ, સીતાશોકવિનાશન, લક્ષ્મણપ્રાણદાતા તેમજ દશગ્રીવદર્પહાનો સમાવેશ થાય છે.

⦁ માન્યતા અનુસાર આ 12 નામનું નિત્ય એક મંત્રની જેમ અનુષ્ઠાન કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા ઉતરે છે અને નોકરી સંબંધી તમામ પ્રશ્નોનું નિરાકરણ મળે છે.

⦁ પ્રચલિત માન્યતા અનુસાર મંગળવારે કે શનિવારે પવનસુતના આ 12 નામનો જાપ કરવાથી ઘરમાં હંમેશા જ સુખ-શાંતિ અકબંધ રહે છે.

⦁ રાત્રિના સમયે હનુમાનજીના આ 12 નામનો જાપ કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે. શત્રુઓ ક્યારેય આપને પરેશાન નથી કરતા.

સરકારી નોકરી મેળવવા

⦁ જેમને સરકારી નોકરી મેળવવાની મનશા છે, તે લોકોએ એક ખાસ ઉપાય અજમાવવો. લીંબુ પર 4 લવિંગ લગાવીને “ૐ શ્રી હનુમતે નમ:” મંત્રનો 108 વખત જપ કરવો. ત્યારબાદ તે લીંબુને હનુમાન મંદિરમાં અર્પણ કરી દેવું. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી મનોકામના ચોક્કસથી પરિપૂર્ણ થાય છે.

⦁ સરકારી નોકરી મેળવવા માટે જો ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હોવ તો હનુમાન ચાલીસા બોલ્યા બાદ જ ઘરેથી નીકળવું. માન્યતા અનુસાર આમ કરવાથી સરકારી નોકરીમાં સફળતા મેળવવાની શક્યતા અનેકગણી વધી જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">