AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSET Admit Card 2021-22: ગુજરાત રાજ્ય પાત્રતા કસોટીનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, અહીં ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

GSET Admit Card 2021-22: ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ-2021 (GSET Exam 2021)નું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

GSET Admit Card 2021-22: ગુજરાત રાજ્ય પાત્રતા કસોટીનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, અહીં ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ
Gujarat State Eligibility Test Admit Card Issued
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 1:01 PM
Share

GSET Admit Card 2021-22: ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ-2021 (GSET Exam 2021)નું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ ગુજરાત Gujarat SETની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ આ પરીક્ષાની તારીખો પણ બદલવામાં આવી હતી. અગાઉ આ પરીક્ષા (Gujarat State Eligibility Test) 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી હતી. હવે પરીક્ષા 23 જાન્યુઆરી 2022ના રોજ યોજાવાની છે. ધ્યાનમાં રાખો કે પરીક્ષા બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ-2021 એડમિટ કાર્ડ (GSET Hall Ticket 2021) અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે.

જણાવી દઈએ કે, પરીક્ષા 23 જાન્યુઆરી 2022 ના રોજ સવારે 9.30 થી 12.30 વાગ્યા સુધી લેવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gujaratset.in ની મુલાકાત લઈને પરીક્ષાની સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gujaratset.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર GSET 2021 પર ક્લિક કરો.
  3. હવે 23 જાન્યુઆરી 2022 ના રોજ યોજાનારી GSET-2021 માટેની હોલ ટિકિટની લિંક પર જાઓ.
  4. અહીં ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
  5. હવે ઉમેદવારો તેમનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરે.
  6. એકવાર સબમિટ કર્યા પછી, પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર ખુલશે.
  7. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

ડાયરેક્ટ લિંક દ્વારા એડમિટ કાર્ડ મેળવવા માટે અહીં ક્લિક કરો.

GSET એ રાજ્ય કક્ષાની પરીક્ષા છે, જે મદદનીશ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલો માટે એલિઝિબિલિટી ટેસ્ટ (Eligibility test)લેવામાં આવે છે. પરીક્ષામાં બે પેપર હોય છે. 100 માર્કસના પેપર 1 માં 50 પ્રશ્નો અને પેપર II 200 માર્ક્સના 100 પ્રશ્નોનો સમાવેશ થાય છે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષાનો અભ્યાસક્રમ સત્તાવાર વેબસાઇટ gujaratset.in પર ઉપલબ્ધ છે, ઉમેદવારો અભ્યાસક્રમ ચકાસી શકે છે.

પેપરમાં પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને વર્ઝનમાં હશે. ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ કાપવામાં આવશે નહીં. પરિણામ જાહેર થયા પછી પુનઃમૂલ્યાંકન કે ચકાસણીની કોઈ જોગવાઈ નથી.

આ પણ વાંચો: Career: કેવી રીતે બની શકાય કૃષિ વૈજ્ઞાનિક? જાણો કોર્સ અને યોગ્યતા વિશેની સમગ્ર જાણકારી

આ પણ વાંચો: CBSE Term 1 Result Date: CBSE ટર્મ-1 ધોરણ 10 અને 12નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">