રાજય સરકારમાં મોટી ભરતી પ્રક્રિયા, GPSC કલાસ I & II સહિત, વર્ગ-૧,૨, ૩ની કુલ ૧૨૦૩ જગ્યાઓ માટે ૭૦ જાહેરાત પ્રસિદ્ધ

વર્ગ-1, 2 અને 3ના કર્મચારીઓની ભરતી પ્રક્રિયાની જાહેરાત જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવી છે. રાજય સરકારની કુલ 1203 જગ્યા પર કર્મચારીઓની ભરતી કરાશે. આ માટે સરકારે 70 જાહેરાતો પ્રસિદ્ધ કરી છે. આ માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર રાખવામાં આવી છે. વધુ વિગતો માટે આગળ વાંચો. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ […]

રાજય સરકારમાં મોટી ભરતી પ્રક્રિયા,  GPSC કલાસ I & II સહિત, વર્ગ-૧,૨, ૩ની કુલ ૧૨૦૩ જગ્યાઓ માટે ૭૦ જાહેરાત પ્રસિદ્ધ
Follow Us:
| Updated on: Nov 05, 2020 | 10:22 PM

વર્ગ-1, 2 અને 3ના કર્મચારીઓની ભરતી પ્રક્રિયાની જાહેરાત જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવી છે. રાજય સરકારની કુલ 1203 જગ્યા પર કર્મચારીઓની ભરતી કરાશે. આ માટે સરકારે 70 જાહેરાતો પ્રસિદ્ધ કરી છે. આ માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર રાખવામાં આવી છે. વધુ વિગતો માટે આગળ વાંચો.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૩, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની કુલ ૩૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ ૦૧, એમ સંયુક્ત રીતે વર્ગ૧ની કુલ ૭૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (વિધાનસભા)ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૬૪, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૨૫, સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૫, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)ની કુલ ૦૧ એમ સંયુક્ત રીતે વર્ગ૨ ની કુલ ૧૨૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૦૦ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧/૧૨/૨૦૨૦ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે. તેઓ પણ અરજી કરી શકે છે. સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૨૧/૦૩/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ મે૨૦૨૧ માં પ્રસિદ્ધ થશે.

મુખ્ય પરીક્ષા (૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૦૪, ૧૧ અને ૧૮ જુલાઇ૨૦૨૧ ના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જેતે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદીજુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર૨૦૨૧ માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ નવેમ્બરમાં થશે અને આખરી પરિણામ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

તદઉપરાંત, હિસાબી અધિકારી, વર્ગ૧ ની કુલ૧૨ જગ્યાઓ, પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ૨ ની કુલ૫૧ જગ્યાઓ, નાયબ સેક્શન અધિકારી, વર્ગ૩ ની કુલ૨૫૭ જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકોની કુલ૩૮ જગ્યાઓ, સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અને કાયદા વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ૧૮૬ જગ્યાઓ, બી.એડ. વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ૨૮ જગ્યાઓ,

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કુલ૫૧ જગ્યાઓ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની કુલ૧૧૯ જગ્યાઓ, વહીવટી અધિકારી ઉદ્યોગ અને ખાણ વિભાગની કુલ૦૧, મુખ્ય ઔદ્યોગિક સલાહકાર, વર્ગની કુલ૦૧, ઉદ્યોગ અધિકારી (તાંત્રિક), વર્ગ૨ ની કુલ૦૧, ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ૧ ની કુલ૦૭, સંશોધન અધિકારી, વર્ગ૨ ની કુલ૩૫, ગ્રંથાલય નિયામક, વર્ગ૧ ની કુલ૦૧, સંયુક્ત ખેતી નિયામક, વર્ગ૧ ની કુલ૦૧, સહાયક પુરાતત્વ નિયામક, વર્ગ૨ ની કુલ૦૫, મદદનીશ બાગાયત નિયામક, વર્ગ૨ ની કુલ૦૧,

અધીક્ષક પુરાતત્વવિદ, વર્ગ૨ ની કુલ૦૧, વહીવટી અધિકારી (મત્સ્યોદ્યોગ), વર્ગ૨ ની કુલ૦૧, મદદનીશ નિયામક (બોઇલર), વર્ગ૨ ની કુલ૦૫, મદદનીશ ગ્રંથપાલ, વર્ગ૩ ની કુલ૦૧, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ૨ ની કુલ૦૪, મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ), વર્ગ૧ ની કુલ૦૫, રેડિયોલોજીસ્ટ ની કુલ૪૯, ફીઝીશીયન, કા.રા.વિ.યો. ની કુલ૦૫, પીડીયાટ્રીશીયનની કુલ૧૩૧, ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીના પ્રાધ્યાપકની કુલ૦૨ અને ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રાધ્યાપકની કુલ૦૪ જગ્યાઓ એમ કુલ૧૨૦૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">