સરકારી નોકરી: પ્રોફેસરની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર મળશે 2 લાખથી વધારે, આ રીતે કરો અરજી
ઉમેદવારો 13 નવેમ્બર સુધી વેબસાઈટ પર અરજી કરી શકે છે. આ પદો માટેની એપ્લિકેશન પ્રોસેસ 23 ઓક્ટોબરથી શરૂ થઈ છે. જાહેરાત અનુસાર મદદનીશ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની કુલ 85 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારોએ AIIMS ઋષિકેશની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના ધ્યાન પૂર્વક વાંચીને અરજી કરવી જોઈએ.
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. પ્રોફેસરની જુદી-જુદી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પડી છે. આ ખાલી જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ aiimsrishikesh.edu.in ની મુલાકાત લેવી જોઈએ. ઉમેદવારો 13 નવેમ્બર સુધી વેબસાઈટ પર અરજી કરી શકે છે. આ પદો માટેની એપ્લિકેશન પ્રોસેસ 23 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આ પ્રક્રિયા દ્વારા ઉમેદવારોની ભરતી AIIMS ઋષિકેશમાં કરવામાં આવશે.
જાહેરાત અનુસાર મદદનીશ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની કુલ 85 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારોએ AIIMS ઋષિકેશની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના ધ્યાન પૂર્વક વાંચીને અરજી કરવી જોઈએ.
અરજી માટે શૈક્ષણિક લાયકાતની વિગત
આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસે MD અથવા MS ની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે જ ટીચિંગનો પણ અનુભવ હોવો આવશ્યક છે. શૈક્ષણિક લાયકાતની વધારે જાણકારી માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના વાંચવી જોઈએ.
અરજી ફીની વિગત
જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 3000 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. સામાન્ય મહિલા અને OBC મહિલા ઉમેદવારોએ 1000 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. SC અને ST કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.
જાણો કેવી રીતે થશે પસંદગી
આ ખાલી જગ્યાની ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોને રૂબરૂ ઈન્ટરવ્યુ માટે બોલાવાશે. ઈન્ટરવ્યુમાં મળેલા માર્ક્સના આધારે ફાઈનલ સિલેકશન થશે. એસોસિયેટ પ્રોફેસરના પદ માટે ઉમેદવારને 1,38,300 થી લઈને 2,09,200 રૂપિયાનો પગાર મળશે. આસિસ્ટન્ટ પ્રોફેસરને 1,01,500 થી લઈને1,67,400 રૂપિયાનો દર મહિને પગાર મળશે.
આ પણ વાંચો : સરકારી નોકરી: ICMRમાં ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર 1 લાખ રૂપિયાથી વધારે, જાણો કેવી રીતે કરવી અરજી
આ રીતે કરો ઓનલાઈન અરજી
- ઉમેદવારો સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ aiimsrishikesh.edu.in પર જાઓ.
- હોમ પેજ પર જોબ્સ, રિક્રુટમેન્ટ ટેબ પર ક્લિક કરો.
- અરજી કરતા પહેલા ભરતેની સૂચનાને ધ્યાનથી વાંચો.
- રજીસ્ટ્રેશન કરી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફીની ચૂકવણી કરો અને ફોર્મ સબમિટ કરો.
ઈન્ટરવ્યુની તારીખ અંગેની જાણકારી ઉમેદવારોને સંસ્થા દ્વારા તેમના રજિસ્ટર્ડ ઈમેલ દ્વારા મોકલવામાં આવશે.