સરકારી નોકરી: ICMRમાં ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર 1 લાખ રૂપિયાથી વધારે, જાણો કેવી રીતે કરવી અરજી
ભરતી માટેની સૂચનામાં જણાવ્યા મૂજબ અરજી કરનાર ઉમેદવાની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ, તો ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત સ્નાતક, એન્જિનિયરિંગ ડિગ્રી અને ડિપ્લોમા ધારક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી ચેત્રાઈ વતી ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી એટેન્ડન્ટની જગ્યાઓ પર ભરતી માટે સૂચના બહાર પાડી છે. ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી એટેન્ડન્ટની જગ્યાઓ માટે એપ્લિકેશન પ્રોસેસ 30 ઓક્ટોબર 2023થી શરૂ થઈ છે.
રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ nie.gov.in ની મુલાકાત લેવી જોઈએ. આ ખાલી જગ્યા માટે ઉમેદવારો 8 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. ભરતી દ્વારા કુલ 47 ખાલી જગ્યા ભરવામાં આવશે.
વય મર્યાદા શૈક્ષણિક લાયકાતની વિગત
ભરતી માટેની સૂચનામાં જણાવ્યા મૂજબ અરજી કરનાર ઉમેદવાની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ, તો ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત સ્નાતક, એન્જિનિયરિંગ ડિગ્રી અને ડિપ્લોમા ધારક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
ખાલી જગ્યાની વિગતો
- ટેકનિકલ આસિસ્ટન્ટ (ક્ષેત્ર પ્રવૃતિઓ) – 5 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) – 2 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (કોમ્યુનિકેશન) – 1 પોસ્ટ
- લેબોરેટરી એટેન્ડન્ટ-1 (લેબોરેટરી) – 2 પોસ્ટ
- લેબોરેટરી એટેન્ડન્ટ- 1 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (બાયોસ્ટેટિસ્ટિક્સ) – 6 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (નેટવર્કિંગ) – 1 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (પ્રોગ્રામર) – 5 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (લેબોરેટરી) – 5 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (રિસર્ચ મેનેજમેન્ટ) – 1 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (સામાજિક વિજ્ઞાન) – 2 પોસ્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (પબ્લિક હેલ્થ) – 5 પોસ્ટ
- એર કન્ડીશનીંગ – 1 પોસ્ટ
- લેબોરેટરી એટેન્ડન્ટ – 1 પોસ્ટ
- પ્લમ્બર – 1 પોસ્ટ
પગાર અને અરજી ફીની વિગતો
ટેકનિકલ આસિસ્ટન્ટના પદ માટે ઉમેદવારોને 35,400 રૂપિયાથી લઈને 1,12,400 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે. આ ઉપરાંત લેબોરેટરી એટેન્ડન્ટનો પગાર 18,000 થી 56,900 રૂપિયા મળશે. પગાર ઉપરાંત અન્ય સરકારી ભથ્થાનો પણ લાભ મળશે. ભરતી માટેની અરજી ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ રીતે કરો ઓનલાઈન અરજી
- સૌપ્રથમ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nie.gov.in પર જાઓ.
- ઓનલાઈન અરજી કરતા પહેલા સૂચના ધ્યાનથી વાંચો.
- અરજી સંબંધિત તમામ ડોક્યુમેન્ટ, આઈડી પ્રૂફ વગેરે કાળજી પૂર્વક અપલોડ કરો.
- અરજી ફીની ચૂકવણી કરો.
- એપ્લિકેશન સબમિટ કર્યા બાદ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને રાખો.