ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, પગાર મળશે 65 હજાર રૂપિયાથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી
ગ્રેજ્યુએટ ટ્રેઇની (ફાઇનાન્સ) ની ખાલી જગ્યા માટે ઉમેદવારો કોમર્સમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. ગ્રેજ્યુએટ ટ્રેઇની (HR) ની જગ્યા માટે, ઉમેદવારોએ કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ડિપ્લોમા ટ્રેઇનીની ખાલી જગ્યા માટે વ્યક્તિએ સંબંધિત સ્ટ્રીમમાં 3 વર્ષનો ડિપ્લોમાં કરેલો હોવો જોઈએ. આ ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
ગ્રેજ્યુએટ થયા બાદ ગવર્નમેન્ટ જોબ શોધી રહેલા યુવાઓ માટે એક સારી તક આવી છે. IREL લિમિટેડે જુદી-જુદી ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે જે ઉમેદવારો રસ ધરાવે છે તેઓ 14 નવેમ્બર 2023 અથવા તે પહેલા ઓફિશિયલ વેબસાઇટ irel.co.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. કુલ 56 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેમાં ગ્રેજ્યુએટ ટ્રેઇની સહિત ઘણી પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો જાહેર કરાયેલ સૂચના અનુસાર નિયમ મુજબ અરજી કરી શકે છે.
આ ખાલી જગ્યાઓ પર થશે ભરતી
- ગ્રેજ્યુએટ ટ્રેઇની (ફાઇનાન્સ) – 3 પોસ્ટ
- ગ્રેજ્યુએટ ટ્રેઇની (HR) – 4 પોસ્ટ
- ડિપ્લોમા ટ્રેઇની (સિવિલ/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કેમિકલ) – 37 પોસ્ટ
- ટ્રીઈની (ભૂસ્તરશાસ્ત્રી/પેટ્રોલોજિસ્ટ) – 8 પોસ્ટ
- ટ્રીઈની કેમિસ્ટ – 4 પોસ્ટ
અરજી કરવા માટે જરૂરી લાયકાત
ગ્રેજ્યુએટ ટ્રેઇની (ફાઇનાન્સ) ની ખાલી જગ્યા માટે ઉમેદવારો કોમર્સમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. ગ્રેજ્યુએટ ટ્રેઇની (HR) ની જગ્યા માટે, ઉમેદવારોએ કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ડિપ્લોમા ટ્રેઇનીની ખાલી જગ્યા માટે વ્યક્તિએ સંબંધિત સ્ટ્રીમમાં 3 વર્ષનો ડિપ્લોમાં કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા અને અરજી ફીની વિગત
ઉપરોક્ત તમામ ખાલી જગ્યા માટે ઉમેદવારોની ઉંમર 26 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. OBC ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળશે. આ ઉપરાંત SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. જનરલ, EWS અને OBC (NCL) કેટેગરીના પુરૂષ ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ભરવાના રહેશે. મહિલા અને SC/ST/PWBD/ESM કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ રીતે કરો ઓનલાઈન અરજી
- ઉમેદવારો સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ irel.co.in પર જાઓ.
- હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર ક્લિક કરો.
- નોન-ફેડરલ સુપરવાઇઝરી ટ્રેઇની ભરતી સૂચના પર ક્લિક કરો.
- ત્યારબાદ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અરજી સબમિટ કરો.
આ પણ વાંચો : સરકારી નોકરી: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, પગાર મળશે 2 લાખ રૂપિયાથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી
કેવી રીતે થશે પસંદગી
આ ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે. આ ભરતી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને 25,000 થી લઈને 68,000 રૂપિયા સુધીનો પગાર મળશે.