AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CISFમાં 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરવી અરજી

ઉમેદવારોને સરકારી નોકરી મેળવવા માટે આ એક સારી તક છે. અરજી કરતા પહેલા તેના માટે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ એકઠા કરીને તૈયાર રાખો, તેથી અરજી કરતા સમયે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. ઉમેદવારો 28 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. આ ભરતી દ્વારા કુલ 215 જગ્યાઓ ભરવામાં આવશે.

CISFમાં 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરવી અરજી
CISF Job
| Updated on: Oct 31, 2023 | 8:19 PM
Share

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.) દ્વારા હેટ કોન્સ્ટેબલની ખાલી જગ્યા પર ભરતી કરવા માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની એક સારી તક છે. આ ખાલી જગ્યા ભરવા માટે અરજી કરવાની પ્રોસેસ હાલમાં શરૂ થઈ નથી. રસ ધરાવતા ઉમેદવારો 30 ઓક્ટોબરથી ઓફિશિયલ વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉમેદવારો 28 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે

ઉમેદવારોને સરકારી નોકરી મેળવવા માટે આ એક સારી તક છે. અરજી કરતા પહેલા તેના માટે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ એકઠા કરીને તૈયાર રાખો, તેથી અરજી કરતા સમયે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. ઉમેદવારો 28 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. આ ભરતી દ્વારા કુલ 215 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વિગતો

આ ખાલી જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોએ 12 ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે. આ સાથે જ રમતગમત અને એથ્લેટિક્સમાં ઉમેદવારોએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધારે જાણકારી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. જો વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ ઉંમર 23 વર્ષ રાખવામાં આવી છે. સેલેરી પે લેવલ 4 (રૂ. 25,500 થી રૂ. 81,100) મૂજબ દર મહિને આપવામાં આવશે.

ફિઝિકલ ટેસ્ટની વિગત

આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને સૌથી પહેલા ટ્રાયલ, કાર્યક્ષમતા કસોટી, શારીરિક ધોરણ કસોટી, ડોક્યુમેન્ટેશન અને મેડિકલ ટેસ્ટ સામેલ છે. ભરતી પ્રક્રિયાના તમામ તબક્કાઓ માટે કોલ-અપ લેટર, એડમિટ કાર્ડ માત્ર ઓફિશિયલ વેબસાઇટ પર દ્વારા જ જાહેર કરવામાં આવશે. જો અરજી ફી વિશે વાત કરીએ, તો ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો : Govt Jobs: પદ, પૈસા અને પ્રતિષ્ઠા સાથે સૌથી વધારે પગાર આપતી સરકારી નોકરીઓ વિશે જાણો

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • અરજી કરવા માટે ઉમેદવારો સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જાઓ.
  • ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
  • અરજીથી સંબંધિત તમામ જરૂરી ડોક્યુમેન્ટ, આઈડી પ્રૂફ વગેરે કાળજી પૂર્વક અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી ફીની ચૂકવણી કરો.
  • અરજી સબમિટ કરી તે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને રાખો.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">