મેડીકલ ક્ષેત્રમાં ગેહલોત સરકારે આપી 32 હજાર નોકરીઓની ભેટ, રાજ્યમાં 31,827 જગ્યાઓ પર ભરતી

|

Jan 15, 2023 | 3:32 PM

રાજસ્થાન સરકારની આ જાહેરાત પર બેરોજગારોએ ખુશી વ્યક્ત કરી છે. ત્યારે આશા છે કે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે અને તે સરકારી નોકરી મેળવી શકશે. આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

મેડીકલ ક્ષેત્રમાં ગેહલોત સરકારે આપી 32 હજાર નોકરીઓની ભેટ, રાજ્યમાં 31,827 જગ્યાઓ પર ભરતી
Gehlot government's gift in medical department

Follow us on

મકરસંક્રાંતિના અવસર પર બેરોજગારો માટે મોટી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ સમાચાર બેરોજગારો માટે આશ્વાસનજનક છે. મકરસંક્રાંતિના અવસર પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં 32 હજાર નોકરીઓની જાહેરાત કરી છે. મેડિકલ વિભાગમાં વિવિધ પોસ્ટ પર આ નોકરીઓ આપવામાં આવશે. રાજસ્થાન સરકારની આ જાહેરાત પર બેરોજગારોએ ખુશી વ્યક્ત કરી છે. ત્યારે આશા છે કે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે અને તે સરકારી નોકરી મેળવી શકશે. આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

મેડિકલ ક્ષેત્રમાં 31,827 પદો પર ભરતીની જાહેરાત

સીએમ અશોક ગેહલોતે આરોગ્ય ક્ષેત્રમાં 31,827 પદોની ભરતીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં 1 હજાર 765 ડોક્ટર, 7,860 નર્સિંગ ઓફિસર, 2 હજાર 880 ફાર્માસિસ્ટ, 3 હજાર 739 મહિલા આરોગ્ય કર્મચારીઓ, 1 હજાર 90 આસિસ્ટન્ટ રેડિયોગ્રાફર અને 2 હજાર 205 લેબ ટેકનિશિયન સહિત 19 હજાર 539 નિયમિત પોસ્ટ અને 12 હજાર 28 કોન્ટ્રાક્ટ પોસ્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: મેડીકલ ક્ષેત્રમાં સ્નાતકો માટે નોકરીની ખાસ તક, મળશે મહિને 25,000થી વધુ પગાર

આ નિયમ હેઠળ નવી ભરતી કરવામાં આવશે

સીએમ ગેહલોતની મંજૂરીથી તબીબી અને આરોગ્ય વિભાગ, તબીબી શિક્ષણ વિભાગ, રાજમેશ અને ઝાલાવાડ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સંબંધિત સેવા નિયમો અનુસાર નિયમિત ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ વિભાગોમાં ખાલી પડેલી કોન્ટ્રાક્ટ પોસ્ટ પર રાજસ્થાન કોન્ટ્રાક્ટ હાયરિંગ ટુ સિવિલ પોસ્ટ રૂલ્સ 2022 હેઠળ ભરતી કરવામાં આવશે. આ વિભાગોમાં, કોવિડ રોગચાળા દરમિયાન માર્ચ 2020થી માર્ચ 2022 સુધી, કરાર, તદર્થ જરૂરી કામચલાઉ ધોરણે અને હાલમાં કાર્યરત કર્મચારીઓને આગામી ભરતીમાં બોનસ માર્કસ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

કરાર પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓને આવશ્યક કામચલાઉ ધોરણે બે વર્ષથી ઓછા કામકાજના સમયગાળા માટે 15 બોનસ પોઈન્ટ, બેથી ત્રણ વર્ષના કાર્યકાળ માટે 20 અને ત્રણ વર્ષ કે તેથી વધુ કાર્યકાળ માટે 30 બોનસ પોઈન્ટ આપવામાં આવશે. સરકારે નોકરીની નવી તકો આપી.

મોટાપાયે રોજગારીની તકો ઉભી

સીએમ ગેહલોતની મંજૂરીથી બાદ તબીબી ક્ષેત્રે અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી આરોગ્ય ક્ષેત્રે મોટાપાયે રોજગારીની તકો ઉભી થશે. તેમજ બેરોજગારી પર કેટલાક અંશે ઘટશે. આ સાથે કોવિડ રોગચાળા દરમિયાન આરોગ્ય સેવાઓ પૂરી પાડતા કોવિડ આરોગ્ય સહાયકો અને અન્ય કર્મચારીઓને પણ નોકરી મેળવવાની તક મળશે. આ સાથે મુખ્યમંત્રી તબીબી આરોગ્ય સ્વયંસેવક દળની રચનાની બજેટની જાહેરાતનો અસરકારક અમલ પણ શરુ કરવામાં આવશે.

Next Article