આ યુનિવર્સિટીમાં ફ્રીમાં કરો 5 ઓનલાઈન કોર્સ, આ રીતે લો એડમિશન
ઘરે બેસીને જો તમે પણ દુનિયાની ટોપ મોસ્ટ યુનિવર્સિટીમાંથી ફ્રી ઓનલાઈન કોર્સ કરવા માંગો છો, તો તમારા માટે આ એક સારી તક છે. ભારતીય વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં સરળતાથી એપ્લાય કરી શકે છે. આ યુનિવર્સિટીમાંથી ગેમ ડેવલપમેન્ટથી લઈને આર્કિટેક્ચરલ ડિઝાઈન સુધીના ફાઉન્ડેશન કોર્સ કરી શકાય છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે. ઘરે બેઠા તમે ફ્રીમાં ઓનલાઈન કોર્સ કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીની. હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની ટોપ મોસ્ટ ફેમસ યુનિવર્સિટીમાંથી એક છે. આ દુનિયાની સૌથી ફેમસ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટમાંથી એક છે. ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં તેને ચોથું સ્થાન આપવામાં આવ્યું છે. ઘરે બેસીને તમે પણ આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવાનો મોકો મેળવી શકો છો. તો કોઈપણ રાહ જોયા વગર અહીં એપ્લાય કરો.
તમને જણાવી દઈએ કે હાર્વર્ડ યુનિવર્સિટી ઘણા ફ્રી ઓનલાઈન કોર્સ વિદ્યાર્થીઓને ઓફર કરી રહી છે. માત્ર વિદેશીઓ જ નહીં, તેનો ફાયદો ભારતીય વિદ્યાર્થીઓ પણ લઈ શકે છે. વધુ જાણકારી માટે વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ pll.harvard.edu ની મુલાકાત લઈને લેટેસ્ટ અપડેટ્સ મેળવી શકે છે .
ગેમ ડેવલપમેન્ટથી ઈન્ટ્રોડક્શન
હાર્વર્ડ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફ્રીમાં ગેમ ડેવલપમેન્ટથી ઈન્ટ્રોડક્શન નામનો એક કોર્સ ઓફર કરી રહી છે. આ કોર્સમાં ગેમના ડેવલપમેન્ટની બેઝિક્સ બાબતો સમજાવવામાં આવશે. એટલું જ નહીં તેમાં ક્રિએટિવ વીડિયો ગેમ્સ અને તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતી ટેકનિક અને કોન્સેપ્ટને કવર કરવામાં આવશે.
ઈન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર સાઈન્સ
ઈન્ટ્રોડક્શન ઓફ ન સાઈન્સ એ એક ફાઉન્ડેશન કોર્સ છે. આ કોર્સમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ તેના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાઈન્સના ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ વિશે જાણકારી આપી છે. આ પ્રોગ્રામ એલ્ગોરિધમ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગનું અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા ટોપિક કવર કરશે.
પ્રાઈસ સ્ટ્રેટેજી
કોમર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી બની શકે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કંપનીઓ દ્વારા પ્રોડક્ટની કિંમત કેવી રીતે નક્કી કરે છે તે બતાવે છે. આ પ્રોગ્રામમાં માર્કેટ ટ્રેન્ડ્સ, પ્રોડક્શન કોસ્ટ અને કન્ઝ્યુમર બિહેવિયર જેવા વિષયોનો સામેલ છે.
આર્કિટેક્ચરલ ઈમિજિનેશન
વિદ્યાર્થીઓ જેને આર્કિટેક્ચરમાં રસ છે તે આ પ્રોગ્રામમાં જોડાઈ શકે છે. આમાં આર્કિટેક્ચરના પ્રિન્સિપલ અને ડિઝાઈનને એક્સપ્લોર કરવામાં આવશે. એટલું જ નહીં આ કોર્સમાં હિસ્ટ્રી, થિયરી અને પ્રેક્ટિસ સામેલ હશે. આ કોર્સ સાથે વિદ્યાર્થીઓ બિલ્ડિંગ ડિઝાઈનના ક્રિએટિવ અને ટેક્નિકલ આસ્પેક્ટને સમજી શકશે.
આ પણ વાંચો: સરકારી નોકરી: સેનામાં ગ્રેજ્યુએટ માટે ઓફિસર બનવાની તક, પગાર 2.5 લાખ રૂપિયાથી વધુ