ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 31263 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો

|

Sep 05, 2022 | 12:53 PM

ધોરણ-10 પછીના ડિપ્લોમા ઈજનેરી (Diploma Engineering) અભ્યાસક્રમમાં પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડની બેઠકો જાહેર કરી દેવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં 10 કોલેજમાં પાંચ ટકાથી ઓછા પ્રવેશ મળ્યા છે

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 31263 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો
ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જીનિયરીંગમાં (Diploma Engineering)  પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યો છે. પ્રવેશ સમિતિ (Admissions Committee) દ્વારા પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવાયુ છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં 31263 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે. જો કે આ પ્રક્રિયામાં મેરિટમાં સમાવાયેલા કુલ 41515 વિદ્યાર્થીમાંથી 7318 વિદ્યાર્થીએ ભાગ લીધો ન હતો અને જેના પગલે કુલ વિદ્યાર્થીઓ સામે ઉપલબ્ધ બેઠકોમાંથી 10252 વિદ્યાર્થીને આ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો. ડિગ્રી ઈજનેરીની જેમ ડિપ્લોમા ઈજનેરીમાં પણ કમ્પ્યુટર અને આઈટી  (Computer and IT) બ્રાંચ ટોપ પર રહી છે.જો કે કેમિકલ બ્રાંચમાં સૌથી વધુ 100 ટકા પ્રવેશ ફાળવાયો છે.

પ્રથમ રાઉન્ડમાં 5361 સરકારી બેઠક ખાલી

ધોરણ-10 પછીના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડની બેઠકો જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 31263 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં 10 કોલેજમાં પાંચ ટકાથી ઓછા પ્રવેશ મળ્યા છે. ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ રાઉન્ડમાં 31 સરકારી કોલેજોની 20737, પાંચ ગ્રાન્ટેડ કોલેજોની 1515 અને 108 ખાનગી કોલેજોની 37169 બેઠકો સહિત 59421 બેઠકો પર પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા પ્રવેશ સમિતિ માટે કરવામા આવી .આ વર્ષે 42465 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે.જેમાંથી મેરિટમાં 41515 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. પ્રથમ રાઉન્ડમાં 34107 વિદ્યાર્થીએ જ ચોઈસ ફિલિંગ કરીને ભાગ લીધો હતો પરંતુ 7318 વિદ્યાર્થીએ ભાગ જ ન લેતા તેઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી. તો રાજ્ય બહારના  રજીસ્ટ્રેશન થયેલા 407માંથી 103 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યા છે. 

પ્રવેશ મેળવવામાં વિદ્યાર્થિનીઓની સંખ્યા ઓછી

જ્યારે બાકીના વિદ્યાર્થીઓને મેરિટ મુજબની ચોઈસ ન હોવાથી પ્રવેશ ન મળતા પ્રથમ રાઉન્ડમાં કુલ 31263 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે. બ્રાંચ દીઠ પ્રવેશ મુજબ કેમિકલ ઈજનેરીની 1050 બેઠકોમાંથી તમામ 1050 બેઠકમાં પ્રવેશ થતા 100 ટકા પ્રવેશ થયો છે. જ્યારે ડિપ્લોમા ઈજનેરીમાં પણ આઈટી અને કમ્પ્યુટર બ્રાંચ ટોપ પર રહેતા 99 ટકાથી વધુ પ્રવેશ થયા છે. પ્રથમ રાઉન્ડની ફાળવણી બાદ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 5361 અને ખાનગી કોલેજોની 24506 બેઠકો સહિત 29867 બેઠકો ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 31263 વિદ્યાર્થીઓમાં 5445 જેટલી છોકરીઓને પ્રવેશ મળ્યો છે. આમ વિદ્યાર્થિનીઓની સંખ્યા ઓછી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દર વર્ષે હજારો બેઠકો રહે છે ખાલી

છેલ્લા કેટલાક વર્ષોથી જોવામાં આવી રહ્યુ છે કે  ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીમાં હજારો બેઠકો ખાલી રહે છે, ત્યારે આ વર્ષે પણ 64 હજારથી વધુ બેઠકો સામે માંડ 42 હજાર વિદ્યાર્થી જ હોવાથી બેઠકો ન ભરાવાના ડરે ડિપ્લોમા ઈજનેરીની 50થી વધુ ખાનગી કોલેજોએ પોતાની 50 ટકા બેઠકો પ્રવેશ સમિતિને કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં ભરવા માટે સરેન્ડર કરી દીધી છે. ખાનગી કોલેજોની 14 હજારથી વધુ બેઠકો પ્રવેશ સમિતિને સરન્ડર કરી દેવાઈ છે.

 

Next Article