UPSC CDS II 2020 Final Result: યુપીએસસી સીડીએસનું ફાઈનલ પરિણામ થયું જાહેર, જાણો કેવી રીતે કરાશે ચેક

|

Jul 16, 2021 | 6:20 PM

યુપીએસસી દ્વારા એરફોર્સ એકેડેમી, ઓફિસર ટ્રેનિંગ એકેડેમી, ઇન્ડિયન નેવલ એકેડેમી અને ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં ભરતી માટે જાહેર કરવામાં આવી હતી.

UPSC CDS II 2020 Final Result: યુપીએસસી સીડીએસનું ફાઈનલ પરિણામ થયું જાહેર, જાણો કેવી રીતે કરાશે ચેક
UPSC Combined Defense Service Exam Final Result

Follow us on

UPSC CDS II 2020 Final Result: યૂનિયન પબ્લિક સર્વિસ કમીશન દ્વારા લેવાયેલ સંયુક્ત સંરક્ષણ સેવાઓની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસી (UPSC) સીડીએસની આ પરીક્ષા દ્વારા કુલ 344 પોસ્ટ્સની ભરતી થવાની છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in પર જઈને પોતાનું પરિણામ જાણી શકે છે.

યુપીએસસી (Union Public Service Commission) દ્વારા એરફોર્સ એકેડેમી, ઓફિસર ટ્રેનિંગ એકેડેમી, ઇન્ડિયન નેવલ એકેડેમી અને ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં ભરતી માટે જાહેર કરવામાં આવી હતી. આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા 5 ઓગસ્ટ 2020થી શરૂ થઈ હતી. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2020 નક્કી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ખાલી જગ્યા માટે પરીક્ષા 8 નવેમ્બર 2020ના રોજ લેવામાં આવી હતી, જેના પરિણામ 16 ડિસેમ્બર 2020 ના રોજ જાહેર થયાં હતાં. હવે આ પરીક્ષાનું ફાઈનલ પરિણામ (UPSC CDS II 2020 Final Result) જાહેર થયું છે.

આવી રીતે તપાસો પરિણામ

1. પરિણામ તપાસવા માટે સૌ પ્રથમ યુપીએએસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

2. વેબસાઇટના હોમ પેજ પર What’s New પર જાઓ.

3. હવે Final Result: Combined Defence Services Examination (II), 2020 ની લિંક પર ક્લિક કરો.

4. આમાં Final Resultની બાજુમાં આપેલી લિંક પર ક્લિક કરો.

5. હવે એક પીડીએફ ફાઇલ ખુલી જશે.

6. આ પીડીએફમાં તમે તમારા નામ અને રોલ નંબરની મદદથી પરિણામ ચકાસી શકો છો.

7. તમે સીધા પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગર એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટા ગુનાઓમાં સંડોવાયેલા 2 આતંકવાદીઓનો ખાત્મો

આ પણ વાંચો: Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ
Next Article