AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIP ડ્યૂટી દરમિયાન હેડ કોન્સ્ટેબલે મહિલા ASIની કરી છેડતી, કારમાં બેસાડીને લઈ ગયો સુમસાન વિસ્તારમાં

સામાન્ય લોકોની સુરક્ષા કરનારી મહિલા પોલીસકર્મીઓની સુરક્ષા હવે ભગવાનનો ભરોસો બની ગઈ છે.

VIP ડ્યૂટી દરમિયાન હેડ કોન્સ્ટેબલે મહિલા ASIની કરી છેડતી, કારમાં બેસાડીને લઈ ગયો સુમસાન વિસ્તારમાં
symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 4:01 PM
Share

ગ્વાલિયરમાં સામાન્ય લોકોની સુરક્ષા કરનારી મહિલા પોલીસકર્મીઓની સુરક્ષા હવે ભગવાનનો ભરોસો બની ગઈ છે. તાજેતરનો કિસ્સો ગ્વાલિયરના બહોદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં એક મહિલા ASIએ આરોપ લગાવ્યો છે કે તેની નીચે કામ કરતા હેડ કોન્સ્ટેબલે તેની છેડતી કરી છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદથી પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે.

મહિલા ASIનો આરોપ છે કે, કોન્સ્ટેબલ તેને કારમાં બેસાડ્યા બાદ એકાંત વિસ્તારમાં લઈ ગયો અને તેની છેડતી કરવા લાગ્યો હતો. ASIએ તેની હરકતનો વિરોધ કર્યો. જેના પર કોન્સ્ટેબલે તેને બદનામ કરવાની ધમકી આપી હતી. હવે મહિલાએ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે, જે બાદ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાના કાર્યક્રમ દરમિયાન બની ઘટના

મહિલાએ જણાવ્યું કે, વીઆઇપી ડ્યુટી દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. મહિલાના જણાવ્યા અનુસાર આ ઘટના 22 ઓગસ્ટના રોજ બની હતી. તે દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર આવ્યા હતા. આ દરમિયાન સિંધિયાએ રોડ શો કર્યો હતો. જેમાં મહિલા એસઆઈની ડ્યૂટી હતી.

મહિલા એએસઆઇ એક અલગ પોઈન્ટ પર જ્યારે કોન્સ્ટેબલ અન્ય સ્થળે ફરજ બજાવી રહ્યા હતા. મહિલા ASI એ આરોપ લગાવ્યો કે કોન્સ્ટેબલ તેના પોઈન્ટ પર આવ્યો અને તેને પોતાના પોઈન્ટ પર લઈ ગયો. જ્યારે રોડ શો ત્યાંથી નીકળ્યો ત્યારે કોન્સ્ટેબલ એએસઆઈને કારમાં ટીપી નગરની એક જગ્યાએ લઈ ગયા અને તેની સાથે છેડછાડ કરવા લાગ્યો. મહિલાના વિરોધ પર કોન્સ્ટેબલે તેને બદનામ કરવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદના આધારે છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે.

સગી ભાભીએ જ કરી નાખી તેની નણંદની ઘાતકી રીતે હત્યા

મંદસૌરમાં (Mandsaur) એક ભાભીએ પોતાની જ નણંદની છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વ્યાસ કોલોનીમાં રહેતી 14 વર્ષીય હર્ષિતા શ્રોત્રિયાની કોઇએ હત્યા કરી હતી અને મૃતદેહને કૂવામાં નાખી દીધો હતો. હવે પોલીસે (madhya pradesh police) આ હત્યાનું રહસ્ય ઉકેલી લીધું છે. પોલીસે જણાવ્યું હતું કે, હર્ષિતાની હત્યા તેની જ સગી ભાભી દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી ભાભીની ઘરમાંથી ધરપકડ કરી છે. વાસ્તવમાં હર્ષિતા તેની ભાભીની દરેક નાની નાની વાતો તેના ભાઈઓને કહેતી હતી. ભાભી આ વાતથી ખૂબ ગુસ્સે હતી.

હર્ષિતાની દરેક વાત તેના પતિને કહેવાને કારણે ઘણી વખત પતિ – પત્ની બંને વચ્ચે ઝઘડો થતો હતો. તે જ સમયે, પોલીસે ભાભીની સલાહ પર હત્યામાં વપરાયેલી છરી અને લોહીથી લથપથ સાડી મળી આવી છે.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 2056 PO પોસ્ટ્સ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે કરવી અરજી

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">