DRDO Jobs: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, આ રીતે કરો અરજી
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ડિપ્લોમા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહ્યું છે.
DRDO Diploma Apprentice Recruitment 2021: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ડિપ્લોમા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહ્યું છે. આ ખાલી જગ્યા ડીઆરડીઓની શાખા, ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોલોજી એન્ડ અલાઇડ સાયન્સ (DIPAS) માં બહાર પાડવામાં આવી છે.
આવા ઉમેદવારો જેમણે ખાલી જગ્યા સંબંધિત ફેકલ્ટીમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો છે તેઓ આ સરકારી નોકરી માટે અરજી કરી શકે છે. DRDO ડિપ્લોમા એપ્રેન્ટિસ જોબ નોટિફિકેશન 2021 અને અરજી ફોર્મની લિંક આ સમાચારમાં આગળ આપવામાં આવી છે.
પોસ્ટનું નામ – ડિપ્લોમા એપ્રેન્ટિસ (Diploma Apprentice) પોસ્ટની સંખ્યા – 12
કઇ ફેકલ્ટીમાં કેટલી જગ્યાઓ ખાલી
કમ્પ્યુટર એન્જિનિયરિંગ – 02 પદ મેડિકલ લેબ ટેકનોલોજી – 04 પદ લાઈબ્રેરી સાયન્સ – 01 પદ મિકેનિકલ એન્જિનિયરિંગ – 01 પદ આધુનિક ઓફિસ પ્રેક્ટિસ અને ઓફિસ મેનેજમેન્ટ – 04 પદ
પગાર ધોરણ
8000 પ્રતિ માસ. આ માત્ર મૂળભૂત પગાર છે. આ ઉપરાંત ડીએ, મકાન ભાડા સહિતના અન્ય ભથ્થાઓ પણ કેન્દ્ર સરકારના નિયમો મુજબ આપવામાં આવશે.
લાયકાત
ખાલી જગ્યા મુજબ સંબંધિત વિષયમાં ડિપ્લોમા. ઉદાહરણ તરીકે – કોમ્પ્યુટર સાયન્સ અથવા મેડિકલ લેબ ટેકનોલોજી અથવા લાયબ્રેરી સાયન્સ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓફિસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા. DIPAS ના નિયમો મુજબ વય મર્યાદા છે. તમે નીચે આપેલ સૂચના લિંક પર ક્લિક કરીને આ વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો.
કેવી રીતે કરવી અરજી
આ DRDOની ખાલી જગ્યા માટે તમારે નેશનલ એપ્રેન્ટિસશિપ પોર્ટલ વેબસાઈટ mhrdnats.gov.in પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો. અરજીની પ્રક્રિયા 15 નવેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2021 છે. આ માટે કોઈ અરજી ફીની જરૂર પડશે નહીં.
પસંદગી પ્રક્રિયા
કોઈ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુની જરૂર રહેશે નહીં. પસંદગી માત્ર લાયકાતની પરીક્ષામાં મેળવેલા ગુણ એટલે કે મેરિટના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો: BPNL Recruitment 2021: ભારતના પશુપાલન નિગમ લિમિટેડમાં બમ્પર વેકેન્સી, 30 નવેમ્બર સુધીમાં કરો અરજી