AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUET Answer Key ડાઉનલોડ કરો માત્ર 3 સ્ટેપમાં, આ વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

સીયુઈટી યુજી 2022 (CUET UG 2022) આન્સર કી એનટીએ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in પર જાહેર કરવામાં આવશે. આ પછી સીયુઈટી યુજીનું પરિણામ (CUET UG Result) જાહેર થશે.

CUET Answer Key ડાઉનલોડ કરો માત્ર 3 સ્ટેપમાં, આ વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ
CUET UG Answer Key 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 4:32 PM
Share

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ સીયુઈટી 2022 યુજી (CUET 2022 UG) પરીક્ષા પૂરી થયા પછી હવે લાખો વિદ્યાર્થીઓ સીયુઈટી આન્સર કી (CUET Answer Key) ની રાહ જોઈ રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જુલાઇ અને ઓગસ્ટમાં અલગ અલગ તબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. એનટીએ દ્વારા જ સીયુઈટી આન્સર કીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સીયુઈટી યુજી આન્સર કી 2022 પીડીએફ ફોર્મેટમાં ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in પર જાહેર કરવામાં આવશે. તમે આ વેબસાઈટ પર જઈને આન્સર કી ડાઉનલોડ કરી શકશો.

CUET UG Answer Key ડાઉનલોડ કેવી રીતે કરવી?

  • તમે સીયુઈટીની ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in અથવા nta.ac.in પર ઉપલબ્ધ લિંક પરથી આન્સર કી ડાઉનલોડ કરી શકો છો .
  • આન્સર કી રીલીઝ થયા પછી આમાંથી કોઈપણ વેબસાઈટની મુલાકાત લો. હોમ પેજ પર આપેલ CUET UG 2022 Answer Key Link પર ક્લિક કરો.
  • ઉમેદવારનું લોગ-ઈન પેજ ખુલશે. તમે સીધા જ આ CUET Candidate Login લિંક પર પણ જઈ શકો છો. અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ ફીલ કરીને લોગીન કરો.
  • સીયુઈટી આન્સર કી 2022 PDF તમને મળશે. તેને ક્લિક કરીને ઓપન કરો. ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.

CUET Answer Key ક્યારે આવશે?

સીયુઈટી 2022 આન્સર કી આજે રિલીઝ થઈ શકે છે. પરંતુ આ વિશે એનટીએ એ કોઈ ઔપચારિક જાણકારી આપી નથી. પરંતુ એનટીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે CUET Result 2022 નું પરિણામ 10 સપ્ટેમ્બર 2022 સુધી જાહેર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 13-14 સપ્ટેમ્બર સુધીમાં સીયુઈટી યુજી પરિણામ જાહેર કરવામાં આવશે. આ પહેલા આન્સર કી આવશે અને તેના પર ઓબ્જેક્શન ઉઠાવવાની તક આપવામાં આવશે.

સીયુઈટી યુજી પરીક્ષા માટે આ વર્ષે દેશભરમાંથી લગભગ 14.9 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ પરીક્ષામાં માત્ર 60 ટકા જ હાજર રહ્યા હતા. યુજીસીએ કહ્યું કે પરીક્ષાર્થીઓની સંખ્યા ઓછી કેમ હતી તેની તપાસ કરવામાં આવશે.

સીયુઈટી ફેઝ 2 એટલે કે ઓગસ્ટની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત છેલ્લાં સમયે ટેકનિકલ ખામીઓ કે સમસ્યાઓના નામે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">