ભારતીય ઈતિહાસના અભ્યાસક્રમમાં નવું શું ઉમેરાશે ! જાણો ICHR કેવી તૈયારી કરી રહ્યું છે ?

ભારતના ઈતિહાસને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઇતિહાસનો અભ્યાસક્રમ વધવા જઇ રહ્યો છે. આઇસીએચઆર આર્થિક, વિજ્ઞાન અને ટેકનોલોજીના દૃષ્ટિકોણથી ભારતીય ઇતિહાસનો અભ્યાસ કરશે. આ પ્રોજેક્ટ ISRO સાથે મળીને શરૂ કરવામાં આવશે.

ભારતીય ઈતિહાસના અભ્યાસક્રમમાં નવું શું ઉમેરાશે ! જાણો ICHR કેવી તૈયારી કરી રહ્યું છે ?
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 10:27 AM

Indian Council of Historical Researchએ આર્થિક ક્ષેત્રે પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના ભારતનો આર્થિક ઇતિહાસ તૈયાર કરવાની યોજના બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગે કાઉન્સિલના એક અધિકારીએ મહત્વની માહિતી આપી હતી. ICHRના સભ્ય સચિવ પ્રોફેસર ઉમેશે જણાવ્યું હતું કે ભારતીય ઈતિહાસમાં સામાજિક, સાંસ્કૃતિક, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસની સાથે આર્થિક ક્ષેત્ર સાથે સંબંધિત વિષય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કરીઅર સમાચાર અહીં વાંચો.

ICHRના સભ્ય સચિવ પ્રોફેસર ઉમેશે વધુમાં કહ્યું કે ભૂતકાળ અને ઇતિહાસમાં ખુબ જ લાંબા ગાળા સુધી ભારત આર્થિક ક્ષેત્રે અગ્રેસર રહ્યું હતું. આ બાદ પણ ભારત વિશ્વની આર્થિક મહાસતાઓમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. જેથી ભારત વિશ્વભરમાં આર્થિક રીતે ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ, અત્યારસુધી ભારતના ઇતિહાસના સંકલનમાં આ વિષયને પ્રાધાન્ય અપાયું ન હતું. ઈતિહાસમાં ભારતીય દૃષ્ટિકોણથી આર્થિક વિષયો રજૂ કરવામાં આવ્યા ન હતા.

રિસર્ચના મેમ્બર સેક્રેટરી કદમે કહ્યું કે, ‘ઇતિહાસમાં સંસ્કૃત ગ્રંથોના ભાષાંતરનો ઉપયોગ કરાશે. આપણી ઇચ્છા છેકે શિક્ષણશાસ્ત્રીઓ અને ભાષા નિષ્ણાતો તેમના મૂળ ગ્રંથોનો ફરીથી અભ્યાસ કરે અને અનુવાદ કરે. કારણ કે, અગાઉ કયારેય ભારતીય ઈતિહાસની પરંપરામાં માત્ર અર્થ પર જ ભાર નથી આપવામાં આવ્યો, પરંતુ અર્થનું પણ મહત્વ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિશ્વભરમાં ભારતનો આર્થિક ઇતિહાસ અગ્રેસર છે

પ્રોફેસર ઉમેશે કહ્યું, ‘આવી સ્થિતિમાં, અમે એક પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ભારતનો આર્થિક ઇતિહાસ તૈયાર કરવામાં આવશે. આ અંતર્ગત પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસમાં ભારતની આર્થિક સ્થિતિ અને દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવશે. તેના પર 25 લાખ રૂપિયાનો પ્રારંભિક ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

સાયન્સ ટેક્નોલોજી ભારતીય ઇતિહાસ પર પણ કામ શરૂ થયું

ICHR એ ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સાથે મળીને ભારતીય વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઈતિહાસનું સંકલન કરવાના પ્રોજેક્ટ પર પણ કામ શરૂ કર્યું છે. તે છ વિભાગોમાં તૈયાર કરવામાં આવશે. બે વિભાગ પ્રાચીન ઈતિહાસ સાથે, બે વિભાગ મધ્યકાલીન અને બે વિભાગ આધુનિક કાળ સાથે સંબંધિત હશે.

ભારતનો વ્યાપક ઈતિહાસ લખવા માટે કાઉન્સિલના પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા કદમે કહ્યું, “આમ કરતી વખતે, અમે મધ્યકાલીન, મુઘલ કાળ, સંસ્થાનવાદી સમયગાળાના ઈતિહાસને હટાવવા કે ઘટાડવા ઈચ્છતા નથી. બલ્કે, અમારો હેતુ માત્ર અસંતુલનને દૂર કરવાનો અને તેને શૈક્ષણિક રીતે રજૂ કરવાનો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">