પેટ્રોલ પંપ કામ કરતા વ્યક્તિની પુત્રીએ પૂરું કર્યું પિતાનું સપનું, IIT કાનપુરમાં મેળવ્યું એડમિશન

|

Oct 08, 2021 | 4:47 PM

કહેવાય છે કે, જો કોઈ પણ કામ સાચા સમર્પણ અને મહેનતથી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિની પુત્રી દ્વારા આ નિવેદન સાચું સાબિત કરાયું છે.

પેટ્રોલ પંપ કામ કરતા વ્યક્તિની પુત્રીએ પૂરું કર્યું પિતાનું સપનું, IIT કાનપુરમાં મેળવ્યું એડમિશન
Daughter of petrol pump worker fulfills father's dream

Follow us on

કહેવાય છે કે, જો કોઈ પણ કામ સાચા સમર્પણ અને મહેનતથી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિની પુત્રી દ્વારા આ નિવેદન સાચું સાબિત કરાયું છે. આર્ય રાજગોપાલ નામની યુવતીએ એવું પરાક્રમ કર્યું છે કે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ તેની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નથી.

આર્ય રાજગોપાલના (Arya Rajgopal) પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે. દીકરીએ આઈઆઈટી કાનપુરમાં એડમિશન મળવ્યું છે. આર્યને IIT કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પ્રવેશ મળ્યો છે. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પિતા અને પુત્રીની આ જોડી વિશે જણાવ્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્રીય મંત્રીએ અભિનંદન પાઠવ્યા

આર્ય રાજગોપાલની સફળતાનું વર્ણન કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) કહે છે, ‘એક હૃદયસ્પર્શી ઘટના, આર્ય રાજગોપાલે તેમના પિતા રાજગોપાલ જી અને દેશના ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા આપણા બધાને ગૌરવ અપાવ્યું છે. આ પિતા-પુત્રીની જોડી નવા ભારત માટે પ્રેરણા અને રોલ મોડેલ છે. મારી શુભેચ્છાઓ.’

ઈન્ડિયન ઓઈલના ચેરમેને પોસ્ટ શેર કરી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે પણ પોતાના ટ્વિટર પર ફોટો શેર કર્યો અને લખ્યું કે હું ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર કામ કરતા રાજગોપાલની પુત્રી આર્યની પ્રેરણાદાયી કહાની શેર કરું છું. આર્યએ આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવીને અમને ગૌરવ અપાવ્યું છે. આર્યને શુભકામનાઓ. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને પિતા અને પુત્રીની આ જોડી વિશે જણાવ્યું છે.

પિતા 20 વર્ષથી પેટ્રોલ પંપ પર કામ કરે છે

આર્ય રાજગોપાલના પિતા છેલ્લા 20 વર્ષથી પેટ્રોલ પંપ પર સતત કામ કરી રહ્યા છે. આર્ય રાજગોપાલે તેમના પિતાના બલિદાન અને તેમની મહેનતને કારણે એક દાખલો બેસાડ્યો છે. આર્ય આઈઆઈટી કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવશે. અગાઉ તેણે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

 

આ પણ વાંચો: Lakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા

Next Article