CUET PG આન્સર કી જાહેર, જાણો શું છે પરિણામ સંબંધિત અપડેટ

|

Sep 17, 2022 | 4:57 PM

સીયુઈટી આન્સર કી (CUET Answer Key) ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થની જરૂર પડશે. પરિણામ સંબંધિત લેટેસ્ટ અપડેટ એ છે કે સીયુઈટી પીજી પરિણામ 2022 આવતા સપ્તાહ સુધીમાં જાહેર કરવામાં આવશે.

CUET PG આન્સર કી જાહેર, જાણો શું છે પરિણામ સંબંધિત અપડેટ
CUET PG Answer Key 2022

Follow us on

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) પીજી 2022 ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. પ્રોવિઝિનલ આન્સર કી ઓફિશિયલ વેબસાઇટ cuet.nta.nic.in પર જાહેર કરવામાં આવી છે. આ સિવાય ક્વેશ્ચન પેપર અને રિસ્પોન્સ શીટ પણ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. સીયુઈટી આન્સર કી (CUET Answer Key) ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને એપ્લીકેશન નંબર અને ડેટ ઓફ બર્થની જરૂર પડશે. પરિણામ સંબંધિત લેટેસ્ટ અપડેટ એ છે કે સીયુઈટી પીજી પરિણામ 2022 આવતા સપ્તાહ સુધીમાં જાહેર કરવામાં આવશે.

આન્સર કીને 18 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યા સુધી ચેલેન્જ કરી શકાશે. આ માટે પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે, જે 18 સપ્ટેમ્બરે રાત્રે 11.50 વાગ્યા સુધી ભરી શકાશે. આન્સર કીથી અસંતુષ્ટ રહેનાર ઉમેદવારો છે તેઓએ દરેક સવાલ માટે રૂ. 200 ની પ્રોસેસિંગ ફી ચૂકવીને તેના પર ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે તેમને સવાલ પર ઓબ્જેક્શન ઉઠાવવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. આ પૈસા નોન રિફંડેબલ હશે. ઓબ્જેક્શનના આધારે ફેરફારો કરવામાં આવશે અને પછી ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કરવામાં આવશે. સીયુઈટી પીજીની પરીક્ષા 1લી થી 12મી સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

CUET PG 2022 Answer Key કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સીયુઈટી પીજી આન્સર કી ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ cuet.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર તમારે CUET PG Answer Key લિંક પર ક્લિક કરવું પડશે.
  • હવે તમે સ્ક્રીન પર એક નવું લોગિન પેજ જોશો.
  • અહીં તમારે એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને સ્ક્રીન પર આપેલ સિક્યોરિટી પિન ફિલ કરવાનો રહેશે.
  • બધી માહિતી ફિલ કર્યા જ પછી લોગીન કરો.
  • હવે તમે તમારી સ્ક્રીન પર સીયુઈટી પીજી આન્સર કી 2022 જોઈ શકશો.
  • આન્સર કી ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

સીયુઈટી આન્સર કીની જાહેર થયા પછી ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કી ચેક કરી શકે છે. જો તેમને આન્સર કીમાં કોઈ ખામી જણાય, તો તેઓ તેના પર ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. સીયુઈટી સંબંધિત કોઈપણ અપડેટ્સ માટે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહો. એમટીએ ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા ઓબ્જેક્શનના આધારે ફાઈનલ આન્સર કી જાહેર કરશે. એક ઓફિશિયલ નિવેદનમાં એનટીએ એ કહ્યું, “જો કોઈ ઉમેદવાર દ્વારા ઉઠાવવામાં આવેલ ઓબ્જેક્શન સાચો હોવાનું જાણવા મળે છે, તો આન્સર કીમાં ફેરફાર કરવામાં આવશે.”

Next Article