CTET 2021 Sample Question: CTET પરીક્ષાના સેમ્પલ ક્વેશ્ચન પેપર થયા જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Nov 02, 2021 | 5:25 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને CTET 2021 ના સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે.

CTET 2021 Sample Question: CTET પરીક્ષાના સેમ્પલ ક્વેશ્ચન પેપર થયા જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
CTET 2021 Sample Question

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને CTET 2021 ના સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે. જે ઉમેદવારો સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટના સેમ્પલ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માગે છે તેઓ તેને CBSE CTETની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પરથી ડાઉનલોડ કરી શકે છે. પેપર I અને પેપર II બંને માટે સેમ્પલ પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવ્યું છે.

આ પ્રશ્નપત્રમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQs) ફોર્મેટમાં પ્રશ્નોનો સમાવેશ થાય છે જેમાં સાચો જવાબ પીળા રંગમાં ચિહ્નિત થયેલ છે. જે વ્યક્તિ બંને સ્તરો (વર્ગ I થી V અને ધોરણ VI થી VIII) માટે શિક્ષક બનવા માંગે છે તેણે બંને પેપર (પેપર I અને પેપર II) માં હાજર રહેવું પડશે.

આ સીધી લિંક પરથી CTET નમૂનાના પ્રશ્નો ડાઉનલોડ કરો

CBSE CTET પરીક્ષાના પ્રશ્નપત્રો નીચે આપેલ સીધી લિંક પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

CTET Sample Question Paper Direct Link

આ સ્ટેપ સાથે CTET 2021 સેમ્પલ ક્વેશ્ચન પેપર કરો ડાઉનલોડ

સ્ટેપ 1: ઉમેદવારો CBSE CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જાય.
સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ Previous Year Question Paper લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે પ્રશ્નપત્ર તમારી સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 4: તેને હવે ડાઉનલોડ કરો.

સેમ્પલ પેપરની સાથે બોર્ડે CTET ડિસેમ્બરની પરીક્ષા માટે પ્રેક્ટિસ સેન્ટરની યાદી પણ બહાર પાડી છે. આ પરીક્ષા 16 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે. એડમિટ કાર્ડ ડિસેમ્બર 2021ના પ્રથમ સપ્તાહમાં ઉપલબ્ધ થશે. CTET પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. આ પરીક્ષા દેશભરની 20 ભાષાઓમાં લેવામાં આવશે.

પરીક્ષા અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગારો, ગુજરાતી, કન્નડ, ખાસી, મલયાલમ, મણિપુરી, મરાઠી, મિઝો, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, તિબેટીયન અને ઉર્દૂ સહિત 20 ભાષાઓમાં લેવામાં આવશે. . જે ઉમેદવારોએ ડિસેમ્બરની પરીક્ષા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ નીચે આપેલા આ સરળ પગલાંની મદદથી અરજીમાં સુધારો કરી શકે છે.

તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ TET પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવે છે તેને TET પાસ ગણવામાં આવશે. નિમણૂક માટે CTET પાત્રતા પ્રમાણપત્રની માન્યતા અવધિ તમામ શ્રેણીઓ માટે આજીવન રહેશે.

 

આ પણ વાંચો: NEET પરિણામ 2021: NTA એ NEET UG પરીક્ષાનું જાહેર કર્યુ પરિણામ, આ 3 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું

આ પણ વાંચો: NEET Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, સરળતાથી આ રીતે કરો ચેક

Published On - 5:25 pm, Tue, 2 November 21

Next Article