CLAT Exam 2021: આવતીકાલે યોજાશે CLATની પરીક્ષા, આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે, જાણો સમગ્ર વિગત

|

Jul 22, 2021 | 5:48 PM

દેશની ટોચની લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન લો ટેસ્ટ (CLAT 2021) આવતીકાલે એટલે કે, 23 જુલાઈ 2021ના ​​રોજ લેવામાં આવશે.

CLAT Exam 2021: આવતીકાલે યોજાશે CLATની પરીક્ષા, આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે, જાણો સમગ્ર વિગત
CLAT Exam 2021

Follow us on

CLAT Exam 2021: દેશની ટોચની લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન લો ટેસ્ટ (CLAT 2021) આવતીકાલે એટલે કે, 23 જુલાઈ 2021ના ​​રોજ લેવામાં આવશે. આ પરીક્ષા શુક્રવારે બપોરે 2થી 4 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે અરજી કરનાર તમામ ઉમેદવારો પરીક્ષાની વિગતો જોવા માટે સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.inની મુલાકાત લઈ શકે છે.

CLATની પરીક્ષા કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીઝ (Consortium of National Law Universities) દ્વારા અન્ડરગ્રેજ્યુએટ (યુજી) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) બંને કાર્યક્રમો માટે લેવામાં આવશે. આ પરીક્ષાનું પ્રવેશ કાર્ડ પણ જાહેર કરાયું છે. સંઘે હવે પરીક્ષાના દિવસ માટેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ હજી સુધી પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી તેઓ સત્તાવાર વેબસાઇટ પર જાઈને પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

પરીક્ષાની વિગતો

આ પરીક્ષા (CLAT Exam 2021) દ્વારા દેશની 22 રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓની લગભગ 2,300 બેઠકો પર નોંધણી થશે. આ વખતે પરીક્ષા પ્રણાલીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે CLAT 23 મી જુલાઈએ ઓફલાઇન મોડમાં યોજાશે. બિહારના યુજી અને પીજી સહિત લગભગ સાડા પાંચ હજાર ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

CLAT પરિક્ષામાં અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, લોજિકલ રીઝનીંગ અને ક્વોટિટિવ ટેક્નિક્સ અને કાનૂની તર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. પેપર સંપૂર્ણપણે સમજણ આધારિત હશે. સામાન્ય જ્ઞાન અને કાનૂની તર્કનો હિસ્સો 25-25 ટકા રહેશે. લોજિકલ રિઝનિંગ અને અંગ્રેજીના પ્રશ્નો 20-20 ટકા હશે. ક્વોંટિટિવ10 ટકા હશે. આ પરીક્ષા પછી વિદ્યાર્થીઓને 22 લો યુનિવર્સિટીમાંથી કોઈપણમાં પસંદગીઓ અને તેમની ગુણવત્તા અનુસાર પ્રવેશ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયીના ભાષણના ચાહક દરેક હતા, પરંતુ જો તમે તેમનું શિક્ષણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

આ પણ વાંચો: Banaskantha : પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ, બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓમાં આક્રોશ

Published On - 5:39 pm, Thu, 22 July 21

Next Article