અટલ બિહારી વાજપેયીના ભાષણના ચાહક દરેક હતા, પરંતુ જો તમે તેમનું શિક્ષણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

Atal Bihari Vajpayee: પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતાઓ જેટલા લોકોના હૃદયને સ્પર્શે છે, તેમનું ભાષણ પણ દરેકના દિલ જીતી લે છે. પરંતુ તેઓ ખૂબ શિક્ષિત પણ હતા. આજે તેમના શિક્ષણ વિશે જાણીએ.

  • Publish Date - 3:54 pm, Thu, 22 July 21 Edited By: Jayraj Vala
1/8
દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી  (Atal Bihari Vajpayee) તેઓ એક સારા કવિ અને વક્તા તો હતા જ સાથે તેઓ એટલા જ ભણેલા હતા. આજે પણ લોકોને તેના જીવનમાંથી ઘણી પ્રેરણા મળે છે. તેના નજીકના લોકો તેમને 'બાપજી' કહીને બોલાવતા હતા. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ શ્રી કૃષ્ણ વાજપેયી હતું. તેઓ શાળાના માસ્ટર અને કવિ હતા. પૂર્વ પીએમ વાજપેયી પણ તેમના પિતા જેવા સારા કવિ બન્યા.

2/8
તેમણે સ્કૂલનું શિક્ષણ ગ્વાલિયરના ગોરખી સ્થિત સરસ્વતી શિશુ મંદિરથી ગ્રહણ કર્યું હતું. તેમણે ગ્વાલિયર વિક્ટોરિયા કોલેજથી હિંદી, અંગ્રેજી અને સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું  (Atal Bihari Vajpayee Education). જેને આજે લક્ષ્મીબાઈ કોલેજ તરીકે ઓળખવામાં આવે છે. આ પછી તેમણે કાનપુરની ડીએવી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએની ડિગ્રી મેળવી.

3/8
એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાજપેયીએ કાનપુરમાં જ તેમના પિતા સાથે એલએલબી અભ્યાસ શરૂ કર્યો. પરંતુ તેને વિરામ આપીને તેઓ સંઘના કાર્યમાં જોડાઈ ગયા હતા  (Atal Bihari Vajpayee Education Qalification). ત્યારબાદ તેમની રાજકીય સફર પણ શરૂ થઈ ગઈ હતી. તેઓ એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વખત દેશના વડા પ્રધાન પદ પર રહ્યા હતા.

4/8
વર્ષ 1996માં  અટલ બિહારી વાજપેયીએ  (Atal Bihari Vajpayee) માત્ર 13 દિવસમાં જ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે, 1998માં તેઓ ફરીથી વડા પ્રધાન પદ માટે ચૂંટાયા. ત્યારબાદ ત્રીજી વખત તેઓ 1999થી 2004 દરમિયાન ભારતના વડા પ્રધાન હતા. ત્યારે તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

5/8
1991, 1996, 1998, 1999 અને 2004માં વાજપેયી લખનઉથી લોકસભા માટે ચૂંટાયા હતા. ભારતના પૂર્વ વડા પ્રધાન વાજપેયી સંયુક્ત રાષ્ટ્રની વિધાનસભામાં હિન્દીમાં ભાષણ આપનારા પહેલા વિદેશ પ્રધાન પણ હતા  (Atal Bihari Vajpayee Political Journey). તેમના આ ભાષણને હજી ઐતિહાસિક માનવામાં આવે છે, જેને દરેક લોકો ગૌરવ સાથે યાદ કરે છે. 4 ઓક્ટોબર 1977માં જ્યારે તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું ત્યારે સમગ્ર યુ.એન. તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

6/8
તેમણે આ ભાષણમાં કહ્યું કે, ''હું ભારતની જનતા વતી રાષ્ટ્રસંઘ માટે શુભેચ્છાઓનો સંદેશ લઈને આવ્યો છું. મહાસભાના આ 32માં અધિવેશનના અવસર પર હું રાષ્ટ્રસંઘમાં ભારતના દ્રઢ વિશ્વાસને ફરીથી વ્યક્ત કરવા માંગુ છું  (Atal Bihari Vajpayee UN Speech). જનતા સરકારે શાસનની લગામ સંભાળ્યાને હજી 6 મહિના થયા છે, તેમ છતાં આટલા ટૂંકા ગાળામાં અમારી સિદ્ધિઓ નોંધપાત્ર છે.''

7/8
પૂર્વ વડા પ્રધાન વાજપેયીએ કહ્યું હતું કે, ''ભારતમાં મૂળભૂત માનવાધિકાર ફરીથી સ્થાપિત થયા છે, ભય અને આતંકના વાતાવરણે આપણા લોકોને ઘેરી લીધા હતા. તે હવે ચાલ્યું ગયું છે. આવા બંધારણીય પગલા લેવામાં આવી રહ્યા છે. જેના દ્વારા એ સુનિશ્ચિત થવું જોઈએ કે લોકશાહી અને મૂળભૂત સ્વતંત્રતાનું ફરીથી કદી ઉલ્લંઘન થશે નહીં  (Atal Bihari Vajpayee UN Speech 1977). અધ્યક્ષ મહોદય વસુધૈવ કુટુમ્બકમની કલ્પના ખૂબ જ જૂની છે. ભારતમાં હંમેશાં આ માન્યતામાં વિશ્વાસ રાખ્યો છે કે, આખું વિશ્વ એક પરિવાર છે.''

8/8
યુએનના અધ્યક્ષને સંબોધન કરતાં પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, 'ઘણા પ્રયત્નો અને મુશ્કેલીઓ પછી સંયુક્ત રાષ્ટ્રના રૂપમાં આ સ્વપ્ન સાકાર થાય તેવી સંભાવના છે. અહીં હું રાષ્ટ્રોની શક્તિ અને મહત્વ વિશે વિચારતો નથી. આપણી સફળતાઓ અને નિષ્ફળતાઓને ફક્ત એક જ માપદંડ દ્વારા માપવા જોઈએ, પછી ભલે આપણે સમગ્ર માનવ સમાજને, દરેક પુરુષ, સ્ત્રી અને બાળકને ન્યાય અને ગૌરવ અપાવવા માટે સક્ષમ હોઈએ.''

Click on your DTH Provider to Add TV9 Gujarati