CCI Recruitment 2021: CCIમાં એન્જિનિયર સહિત અનેક જગ્યાઓ માટે ખાલી જગ્યા, જલ્દી કરો અરજી

|

Jun 28, 2021 | 3:27 PM

CCI Recruitment 2021: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, તેથી જે ઉમેદવારો આજ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી શક્યા નથી, તેઓએ વહેલી તકે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરવાની રહેશે.

CCI Recruitment 2021: CCIમાં એન્જિનિયર સહિત અનેક જગ્યાઓ માટે ખાલી જગ્યા, જલ્દી કરો અરજી
સાંકેતિક ફોટો

Follow us on

CCI Recruitment 2021: સિમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડમાં (Cement Corporation of India Limited) નોકરી મેળવવાની તક સામે આવી છે. સીસીઆઈ લિમિટેડ (CCI Ltd.) દ્વારા એન્જિનિયર (Engineer Vacancy) અને ઓફિસરની પોસ્ટ પર ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરેલી સૂચના મુજબ કુલ 46 ખાલી જગ્યાઓ (CCI Recruitment 2021) હશે. અરજી કરવા માટે ઉમેદવારોએ સીસીઆઈ લિમિટેડ (CCI Ltd.)ની સત્તાવાર વેબસાઈટ cciltd.inની મુલાકાત લેવી પડશે.

 

એન્જિનિયર (Engineer Vacancy) અને ઓફિસર પદ પર ભરતી માટે જાહેર કરાયેલા જાહેરનામા હેઠળ અરજી પ્રક્રિયા 30 જૂન સુધી ચાલુ રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, તેથી જે ઉમેદવારો આજ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી શક્યા નથી, તેઓએ વહેલી તકે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરવાની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

તમને જણાવી દઈએ કે જાહેર કરેલા જાહેરનામા મુજબ કુલ 46 પોસ્ટ્ ભરવામાં આવશે, જેમાં 29 એન્જિનિયરો માટે અને 17 ઓફિસરો માટેની જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આમાં અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના તપાસવી આવશ્યક છે. અરજીની છેલ્લી તારીખ પછી અરજી ફોર્મની લિંક સત્તાવાર વેબસાઈટ cciltd.in પરથી દૂર કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

સ્ટેપ 1. અરજી કરવા માટે ઉમેદવારે પહેલા સત્તાવાર વેબસાઈટ- cciltd.in પર જવું પડશે.
સ્ટેપ 2. ત્યાર પછી Career વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 3. તે પછી એક નવું પેજ ખુલશે.
સ્ટેપ 4. અહીં નોટિફિકશન ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 5. હવે તમને ભરતી સંબંધિત લિંક અહીં મળશે.
સ્ટેપ 6. અરજીની સીધી લિંક પણ આપવામાં આવી છે.

પાત્રતા

એન્જિનિયર (Engineer Vacancy) પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સંબંધિત વિષયમાં એન્જિનિયર ડિગ્રી હોવી ફરજિયાત છે. આ સિવાય અધિકારી પદ માટે ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા સીએ અથવા એમબીએની ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

જાહેર કરેલી સૂચના મુજબ આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. આરક્ષણના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં રાહત આપવામાં આવશે. ખાલી જગ્યા (CCI Recruitment 2021) વિશે સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર સૂચના તપાસો. સૂચના જોવા માટે અહીં ક્લિક કરો.

 

 

Next Article