CBSEએ સ્કૂલોને કહ્યું, ’95 ટકાથી વધારે ગુણ સંદર્ભ વર્ષ જેટલા જ હોવા જોઈએ’, જાણો કેવી રીતે થશે ગણતરી

|

Jul 23, 2021 | 5:32 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ શાળાઓને 12મા ધોરણમાં 95% અને તેનાથી વધુ ટકા મેળવતા વિદ્યાર્થીઓની ટકાવારી સંદર્ભ વર્ષ જેવી જ જાળવવા જણાવ્યું છે.

CBSEએ સ્કૂલોને કહ્યું, 95 ટકાથી વધારે ગુણ સંદર્ભ વર્ષ જેટલા જ હોવા જોઈએ, જાણો કેવી રીતે થશે ગણતરી
ફાઈલ ફોટો

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ શાળાઓને 12મા ધોરણમાં 95% અને તેનાથી વધુ ટકા મેળવતા વિદ્યાર્થીઓની ટકાવારી સંદર્ભ વર્ષ જેવી જ જાળવવા જણાવ્યું છે. શાળાઓને ધોરણ 12નું પરિણામ તૈયાર કરવા સંદર્ભ વર્ષ આપવામાં આવ્યું છે, જે છેલ્લા ત્રણ વર્ષનું શ્રેષ્ઠ પરિણામ છે. શાળાઓએ વૈકલ્પિક મૂલ્યાંકન નીતિના આધારે ધોરણ 12ના ગુણને મોડરેટ કરવા પડશે. CBSE આ વર્ષે COVID-19 કેસોમાં ઉછાળાને કારણે 12 માં બોર્ડની પરીક્ષાનું આયોજન કરી શક્યું નથી. બોર્ડે જણાવ્યું છે કે, 95, 96, 97, 98, 99 અને 100 ગુણના કિસ્સામાં વિદ્યાર્થીઓની સંખ્યાની ટકાવારી સંદર્ભ વર્ષની જેમ બરાબર હોવી જોઈએ.

અન્ય માર્ક બેન્ડ માટે વિદ્યાર્થીઓની ટકાવારી આશરે સંદર્ભ વર્ષ જેટલી હોવી જોઈએ એવું શાળાઓને જણાવાયું છે. બોર્ડ દ્વારા 21 જુલાઇએ શાળાઓ દ્વારા વર્ગ 12 ના ગુણને ફાઇનલ કરવાની સમયમર્યાદા 25 જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી હતી. અગાઉ આ સમયમર્યાદા 22 જુલાઈ હતી. માર્ક્સને ખોટી કે ખામીયુક્ત અપલોડ કરવા સંદર્ભે સીબીએસઇએ શાળાઓને આ સંબંધિત રિજનલ ઓફિસરને રિપોર્ટ કરવા જણાવ્યું છે.

સ્કૂલ પાસે પરિણામને અંતિમ સ્વરૂપ આપવા અને સીબીએસઈમાં સબમિટ કરવા માટે માત્ર બે દિવસ બાકી છે. શાળાઓને ચેતવણી આપવામાં આવી છે કે અંતિમ રજૂઆત પછી ડેટામાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સીબીએસઈ અને અન્ય રાજ્ય બોર્ડને 31મી જુલાઈ સુધી ધોરણ 12નું પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો હતો. 25 જુલાઈ સુધીમાં પરિણામોને અંતિમ રૂપ આપવાની કામગીરી શાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. તે મુજબ 25 અને 31 જુલાઇની વચ્ચે પરિણામ જાહેર થવાની સંભાવના છે. જોકે સત્તાવાર રીતે આ વિશે કોઈ માહિતી નથી.

આ પણ વાંચો: Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની

આ પણ વાંચો: Vadodara : પાદરા નગર પાલિકાએ પાંચ દિવસમાં 176 ગેરકાયદે દબાણો દૂર કર્યા
Next Article