બોર્ડની પરીક્ષા 2023, પ્રેક્ટિસ માટે CBSE ધોરણ 10 અને 12ના નમૂનાના પેપર કરાયા જાહેર

|

Sep 19, 2022 | 8:56 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી હાલ સ્થિર જોવા મળી રહિ છે.

બોર્ડની પરીક્ષા 2023, પ્રેક્ટિસ માટે CBSE ધોરણ 10 અને 12ના નમૂનાના પેપર કરાયા જાહેર
cbse sample papers

Follow us on

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે સત્તાવાર નમૂના પેપરો બહાર પાડવામાં આવ્યા છે. જો તમે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 2023 CBSE બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છો, તો આ CBSE નમૂના પેપરો તરત જ ડાઉનલોડ કરો. આ નમૂના પેપરો એ જ પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યા છે કે, જેના પર CBSE 2023 બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આ સંદર્ભમાં, દરેક વિદ્યાર્થી માટે તે મહત્વનું છે કે, તેઓએ આ CBSE નમૂના પેપર્સનો અભ્યાસ કરવો જ જોઈએ. બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર ધોરણ 10 અને 12 બંનેના નમૂનાના પ્રશ્નપત્રો બહાર પાડ્યા છે.

જો કે, તમારે સેમ્પલ પેપર ડાઉનલોડ કરવા માટે CBSE વેબસાઇટ cbse.gov.in પર જવાની જરૂર રહેશે નહીં. તમે આ સમાચારમાં આગળ આપેલી સીધી લિંક પર ક્લિક કરીને 10મા અને 12મા બંનેના સેમ્પલ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી શકો છો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સીબીએસઈ 10મા 12મા સેમ્પલ પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા?

  1. CBSE 10મા, 12માના સેમ્પલ પેપર્સને સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ cbse.gov.inની મુલાકાત લો.
  2. હોમ પેજ પર ક્વિક નેવિગેશન ટેબ પર જાઓ. Academics નો વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુમાં દેખાશે. તેને ક્લિક કરો.
  3. CBSE એકેડેમિક્સ પેજ ખુલશે. તમે ઉપર જણાવેલ પ્રક્રિયાને છોડીને સીધા cbseacademics.nic.in પર પણ જઈ શકો છો.
  4. ધોરણ 10 અને 12 ના નમૂના પ્રશ્નપત્રો 2022-23ની લિંક આ પૃષ્ઠ પર મળશે. તેને ક્લિક કરો.
  5. એક સૂચના PDF ફોર્મેટમાં ખુલશે.
  6. ત્યાં બે લિંક્સ હશે – એક CBSE 10મા સેમ્પલ પેપર માટે અને બીજી CBSE 12મા સેમ્પલ પેપર માટે.
  7. તમે જે લિંકને ડાઉનલોડ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે સ્ક્રીન પર વિષયવાર નમૂના પેપરની લિંક્સ હશે.
  9. આ સાથે માર્કિંગ સ્કીમ પણ આપવામાં આવશે.
  10. તેમને ડાઉનલોડ કરવા માટે લિંક્સ પર ક્લિક કરો.
  11. ડાઉનલોડ કર્યા પછી, બધા નમૂનાના પેપરની પ્રિન્ટ કાઢો અને તેને સારી રીતે સમજો અને તેની પ્રેક્ટિસ કરો.

Published On - 8:56 pm, Mon, 19 September 22

Next Article