CBSE New Syllabus 2022: વિદ્યાર્થીઓ હવે નહિં ભણે ફૈઝ અહેમદ ફૈઝ અને નાથુરામ ગોડસે સહિતના આ પ્રકરણ, જાણો ક્યા ધોરણના અભ્યાસક્રમમાં થયો કેટલો ફેરફાર

|

Apr 25, 2022 | 12:40 PM

CBSE New Syllabus Update: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 9 થી 12 માટે નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. નવા અભ્યાસક્રમ હેઠળ આ વખતે બોર્ડ દ્વારા ઘણા ચેપ્ટર દૂર કરવામાં આવ્યા છે.

CBSE New Syllabus 2022: વિદ્યાર્થીઓ હવે નહિં ભણે ફૈઝ અહેમદ ફૈઝ અને નાથુરામ ગોડસે સહિતના આ પ્રકરણ, જાણો ક્યા ધોરણના અભ્યાસક્રમમાં થયો કેટલો ફેરફાર
CBSE New Syllabus 2022

Follow us on

CBSE New Syllabus Update: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 9 થી 12 માટે નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. નવા અભ્યાસક્રમ (CBSE New Syllabus 2022) હેઠળ આ વખતે બોર્ડ દ્વારા ઘણા ચેપ્ટર દૂર કરવામાં આવ્યા છે. CBSEએ પ્રખ્યાત કવિ ફૈઝની બે કવિતાઓ અને મુગલ કોર્ટ જેવા જૂના પ્રકરણોને અભ્યાસક્રમમાંથી બાકાત કર્યા છે. બોર્ડે અભ્યાસક્રમનું ભારણ ઘટાડવાના સંદર્ભમાં આ ફેરફારો કર્યા છે. CBSE બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમને જોવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર જઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સત્ર 2022-23 માટે 9માથી 12માનો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. CBSEના અભ્યાસક્રમમાં ઘણા મહત્વના પાઠ ઘટાડવામાં આવ્યા છે. બોર્ડે પુસ્તકોમાંથી ‘લોકશાહી અને વિવિધતા’ સંબંધિત પાઠો હટાવી દીધા છે. તેમાં 11મા ઇતિહાસ વિષયમાં સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સનો પણ સમાવેશ થાય છે.

પરીક્ષા ફરી એક ટર્મમાં આપી શકાય છે

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોર્સમાં કરાયેલા ફેરફારો 2022-23ના શૈક્ષણિક સત્રમાં ફરી એક વખત સમાન ટર્મમાં બોર્ડની પરીક્ષા લેવા માટે કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. બદલાયેલા અભ્યાસક્રમમાં બિન-જોડાણવાદી ચળવળ, શીત યુદ્ધનો સમય, આફ્રો-એશિયન પ્રદેશોમાં ઇસ્લામિક સામ્રાજ્યોનો ઉદય, મુઘલ દરબારનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ જેવા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કયા ધોરણમાં શું બદલાયું?

  1. બોર્ડ દ્વારા ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી ખાદ્ય સુરક્ષા પ્રકરણમાંથી કૃષિ પર વૈશ્વિકરણની અસરનું પ્રકરણ હટાવી દેવામાં આવ્યું છે.
  2. ઈસ્લામની સ્થાપના, ઉદય અને વિસ્તરણ 11મા ધોરણના ઈતિહાસના પુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
  3. ધોરણ 12 પોલિટિકલ સાયન્સમાંથી કોલ્ડ વોર યુગ અને બિન-જોડાણવાદી ચળવળ દૂર કરવામાં આવી છે.
  4. 12મા ધોરણના પુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્યના શાસન અને વહીવટ પરના પ્રકરણમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
  5. ધોરણ 11ના ગણિતના પુસ્તકમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત શાયર ફૈઝની નઝમ હટાવી

નવા અભ્યાસક્રમમાં, સીબીએસઈએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી શાયર ફૈઝ અહેમદ ફૈઝની કવિતા અને ધોરણ 11ના ઈતિહાસના પુસ્તકમાંથી ઈસ્લામની સ્થાપના, ઉદય અને વિસ્તરણની વાર્તા અને તેના શાસન અને વહીવટની કહાની કાઢી નાખી છે. 12ના પુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્યના શાસન-પ્રશાસનનું પ્રકરણ બદલાયું છે.

આ પણ વાંચો: વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

આ પણ વાંચો: JNV Admission 2022: જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા 30મી એપ્રિલે યોજાશે, ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

Published On - 12:35 pm, Mon, 25 April 22

Next Article