AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Board Exam 2022: CBSE બોર્ડના વિદ્યાર્થીઓને મોટી રાહત! સુપ્રીમ કોર્ટે આ માર્ક્સ પોલિસી ફગાવી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે, CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.

CBSE Board Exam 2022: CBSE બોર્ડના વિદ્યાર્થીઓને મોટી રાહત! સુપ્રીમ કોર્ટે આ માર્ક્સ પોલિસી ફગાવી
CBSE Board Exam 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 2:06 PM
Share

CBSE Marks Policy for Board Exam 2022: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે, CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે CBSE વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે, શુક્રવાર 07 જાન્યુઆરી 2022 ના રોજ આપેલા ચુકાદામાં, CBSEની માર્ક્સ પોલિસીને બાજુ પર રાખી દીધી છે, જેના પછી વિદ્યાર્થીઓ પાસે હવે તેમના શ્રેષ્ઠ માર્ક્સ પસંદ કરવાનો વિકલ્પ હશે. કોર્ટનો આ નિર્ણય CBSEની 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ બંનેને લાગુ પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો…

સુપ્રીમ કોર્ટે CBSEના નિયમને બાજુ પર રાખ્યો છે, જે મુજબ માત્ર સુધારણા પરીક્ષામાં મેળવેલા માર્કસને અંતિમ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘ચોઇસ વિદ્યાર્થીઓની રહેશે કે તેઓ મુખ્ય પરીક્ષા અને સુધારણા પરીક્ષા બંનેમાં કોના માર્કસ લેવા માગે છે’.

જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે ‘સુધારણા પરીક્ષામાં મેળવેલા માર્ક્સને અંતિમ ગણવાની નીતિ પાછળ CBSEએ કોઈ તર્ક આપ્યો નથી.’

વિદ્યાર્થીઓ ઓરિજનલ માર્ક્સ જાળવી રાખવા માંગે છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘વિદ્યાર્થીઓ માત્ર તેમના ઓરિજનલ માર્ક્સ જાળવી રાખવા માંગે છે, જે તેમને મુખ્ય પરીક્ષામાં મળે છે. જો CBSE ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા આપ્યા પછી માર્કસ ઓછા પડે અને તેને અંતિમ ગણવામાં આવે, તો તેની અસર તેમના પ્રવેશ પર પડશે.

જસ્ટિસ ખાનવિલકરે સીબીએસઈને પૂછ્યું કે ‘આ શક્ય કેમ નથી તેનું કારણ આપો? વિદ્યાર્થી માટે જે પણ ગુણ યોગ્ય હોય તે સ્વીકારવામાં શું વાંધો છે? બોર્ડે ભૂતકાળમાં પણ આવું કર્યું છે, તો હવે આ જ નિયમ લાગુ કરવામાં ખોટું શું છે?

બેન્ચે કહ્યું કે, સીબીએસઈએ નિયમોમાં ફેરફાર કરવા માટે કોઈ માન્ય દલીલ આપી નથી. કોર્ટે આ વાતને ફગાવી દેતા કહ્યું કે, CBSE બોર્ડ વિદ્યાર્થીઓને પહેલાની જેમ બેમાંથી શ્રેષ્ઠ માર્કસ પસંદ કરવાનો વિકલ્પ આપશે. તે વિદ્યાર્થીઓ પર નિર્ભર રહેશે કે તેઓ અંતિમ પરિણામમાં મુખ્ય પરીક્ષાના ગુણ રાખવા માગે છે કે સુધારણા પરીક્ષા.

આ પણ વાંચો: UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર

આ પણ વાંચો: Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ

g clip-path="url(#clip0_868_265)">