CBSE 12th result 2022: CBSE ધોરણ 12 ટર્મ 1નું પરિણામ આજે! જાણો કેવી રીતે કરવું ડાઉનલોડ

|

Mar 09, 2022 | 11:30 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે CBSE ટર્મ 1 ના પરિણામની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. CBSE બોર્ડ દ્વારા આજે ધોરણ 12 નું ટર્મ 1 પરિણામ 2021 જાહેર કરી શકાય છે.

CBSE 12th result 2022: CBSE ધોરણ 12 ટર્મ 1નું પરિણામ આજે! જાણો કેવી રીતે કરવું ડાઉનલોડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

CBSE term 1 result 2021 class 12: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે CBSE ટર્મ 1 ના પરિણામની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. માહિતી અનુસાર CBSE પ્રથમ ટર્મ 1 માટે 12મા ધોરણનું પરિણામ જાહેર કરશે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે, CBSE બોર્ડ દ્વારા આજે ધોરણ 12 નું ટર્મ 1 પરિણામ 2021 જાહેર કરી શકાય છે. જોકે તે નિશ્ચિત છે કે, બોર્ડ આ અઠવાડિયે ટર્મ 1 પરિણામ (CBSE term 1) જાહેર કરશે. બોર્ડ દ્વારા પરિણામ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવશે. તમે સીબીએસઈ પરિણામ વેબસાઈટ cbseresults.nic.in પર જઈને સીધું પરિણામ પણ જોઈ શકો છો. CBSE માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી? વિગતો વાંચો

જે વિદ્યાર્થીઓએ CBSE 12મી ટર્મ 1ની પરીક્ષા આપી હતી તેઓ પરિણામ જાહેર થયા બાદ તેમની માર્કશીટ ચેક અને ડાઉનલોડ કરી શકશે. હવે બોર્ડ દ્વારા તમામ વિષયોમાં મેળવેલ માર્કસ જ આપવામાં આવશે. સંપૂર્ણ પરિણામ અંતિમ એટલે કે, CBSE ટર્મ 2 પરીક્ષા 2022 ના પરિણામો સાથે જાહેર કરવામાં આવશે.

CBSE ટર્મ 1 પરિણામ કેવી રીતે તપાસવું

વેબસાઇટ દ્વારા – તમે CBSE વેબસાઇટ cbse.gov.in અથવા CBSE પરિણામ વેબસાઇટ cbseresults.nic.in પર જઈ શકો છો અને CBSE ધોરણ 12 પરિણામ ટર્મ 1 થી સંબંધિત લિંક પર ક્લિક કરી શકો છો. તમારો રોલ નંબર અને પાસવર્ડ દાખલ કરો. પરિણામ સ્ક્રીન પર દેખાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ડિજીલોકર દ્વારા – આ માટે તમારે ડિજીલોકર પર એકાઉન્ટ હોવું જરૂરી છે. જો નથી તો CBSE ડિજીલોકર CBSEની મુલાકાત લઈને નોંધણી કરો. તે પછી તમે તમારી લોગિન વિગતો સાથે ડીજીલોકર પર CBSE 12માનું પરિણામ ચેક કરી શકશો.

ઉમંગ એપ પરથી – મોબાઈલમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો. સાઇન અપ કર્યા પછી લોગિન વિગતો સાથે તમે CBSE પરિણામ ઉમંગ એપ (CBSE result on digilocker) પણ જોઈ શકશો.

CBSE ટર્મ 1 ની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021 માં લેવામાં આવી હતી. આ વખતે CBSE 10 અને 12માં રેકોર્ડ 36 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. CBSE ધોરણ 10 અને 12 ટર્મ 2 ની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો: Sarkari Naukri: સરકારી નોકરીઓ માટે આ વેબસાઈટ પર ન કરો અરજી, ભોગવવું પડી શકે છે મોટું નુકસાન

આ પણ વાંચો: NTPC Jobs 2022: NTPC એક્ઝિક્યુટિવ ટ્રેઇની ખાલી જગ્યા, 1.40 લાખ સુધીનો મૂળ પગાર, જાણો પસંદગી પ્રક્રિયા

Next Article