Career Tips : ધોરણ 12 પછી આ કોર્સ કરીને બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

|

Dec 16, 2021 | 5:23 PM

ધોરણ 12 પછી કરિયરને લઈને તમારા મનમાં પણ સવાલો ઉઠી રહ્યા છે,તો આજે અમે તમને એવા કોર્સ વિશે જણાવીશુ જેમાં તમે સારી કારકિર્દી બનાવી શકો છો.

Career Tips : ધોરણ 12 પછી આ કોર્સ કરીને બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
Career Tips

Follow us on

Career Tips : 12મું ધોરણ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ વારંવાર તેમના આગળના અભ્યાસ (Education)  વિશે ચિંતિત હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓ આગળ શું કરવું તે અગાઉથી નક્કી કરે છે, તેઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ભવિષ્યમાં કરિયર માટે કયો કોર્સ (Course)  કરવો તે અંગે તમારા મનમાં પણ સવાલો છે, તો આજે અમે તમને એવા કેટલાક શ્રેષ્ઠ કોર્સ (Best Course) વિશે જણાવીશુ,જેમાં તમે સારૂ કરિયર બનાવી શકો છો.

પબ્લિક રિલેશન (public relations)

આ દિવસોમાં ડિજિટલ માર્કેટિંગની (Digital Marketing) ખૂબ માગ છે, કારણ કે દરેક કંપની તેમની સારી છબી માટે પબ્લિક રિલેશન એક્સપર્ટની નિમણૂક કરે છે. કોઈ પણ પ્રોડક્ટ અથવા વ્યક્તિની છબી ખૂબ મહત્વ ધરાવે છે,જેના માટે પબ્લિક રિલેશન ઓફિસર કામ કરે છે. આજે કોઈપણ કંપની, સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, રાજકારણી, સમાજ સાથે સંકળાયેલા લોકો, કરોડપતિ વગેરે પબ્લિક રિલેશન પ્રોફેશનલને લોકોની સામે વધુ સારી રીતે પ્રમોટ કરવા માટે હાયર કરે છે. આ ક્ષેત્રમાં હવે શ્રેષ્ઠ કારકિર્દીની તકો ઉપલબ્ધ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (artifical Intelligence)

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ઘણો વધી ગયો છે, ડિજિટલ વર્લ્ડમાં (Digital World) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ઘણું કામ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે કરિયર બનાવવુ એ વધુ સારો વિકલ્પ છે. કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ ચેસ, ગૂગલ અને એલેક્સા વોઈસ આસિસ્ટન્ટ જેવી ગેમ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવું કામ કરે છે. પરંતુ કારકિર્દીના વિકલ્પ તરીકે તે એક સારા ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. તમે આ ક્ષેત્રમાં સારા પૈસા કમાઈ શકો છો. 12 ધોરણ બાદ તમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો કોર્સ કરીને કારકિર્દી બનાવી શકો છો.

ફોટોગ્રાફી (photography)

ફોટોગ્રાફી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રસપ્રદ અને ડિમાન્ડિંગ છે. આ દિવસોમાં તમે ફોટોગ્રાફીમાં સારી કારકિર્દી બનાવી શકો છો. ફોટોગ્રાફી એ માત્ર ગ્લેમરસ કારકિર્દીનો વિકલ્પ નથી પરંતુ તેમાં તમે સારું નામ અને પૈસા પણ કમાઈ શકે છે. ફોટોગ્રાફીમાં ઘણા વિકલ્પો છે, મોડલિંગથી લઈને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wild Life Photography) કરી શકાય છે. ડિજિટલ મીડિયાના કારણે ફોટોગ્રાફીમાં કારકિર્દી બનાવવા માટે ઘણા વિકલ્પો છે.

 

 

આ પણ વાંચો : બેન્કિંગ ક્ષેત્રે નોકરીની ખાસ તકો, 1 થી 5 લાખ સુધીનો મળશે પગાર

આ પણ વાંચો : UPSC Success Story: તૈયારી દરમિયાન તમારી નબળાઈ દૂર કરવી જરૂરી છે, જાણો IAS કનિષ્ક પાસેથી સફળતાનો મંત્ર

Next Article