Google Layoff: સારી કામગીરી કરશો તો નોકરી બચાવી શકાશે, નવી મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર

|

Nov 23, 2022 | 12:31 PM

Google Layoff: ગૂગલ તેના કર્મચારીઓની સમીક્ષા કરી રહ્યું છે. સમીક્ષામાં અંડર પરફોર્મિંગ કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી શકાય છે.

Google Layoff: સારી કામગીરી કરશો તો નોકરી બચાવી શકાશે, નવી મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર
ફાઇલ ટાઈપ: આ સર્ચથી તમે ફાઇલ ટાઈપને ફિલ્ટર કરવા માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે Warren Buffett filetype:pdf લખીને સર્ચ કરી શકો છો.
Image Credit source: File Photo

Follow us on

Google Alphabet Layoff: આ દિવસોમાં વિશ્વની મોટી કંપનીઓમાં છટણી ચાલી રહી છે. પહેલા ટ્વિટર પછી META એ તેના હજારો કર્મચારીઓને કાઢી મૂક્યા. આ પછી હવે ગૂગલમાં પણ કર્મચારીઓ પર સંકટ તોળાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલમાં મેનેજમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને હટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલની કંપની આલ્ફાબેટ તેના 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે.

અહેવાલો અનુસાર, આવનારા અઠવાડિયામાં હજારો તકનીકી કર્મચારીઓ નોકરીમાંથી બહાર થઈ શકે છે. કંપની કર્મચારીઓની સમીક્ષા કરી રહી છે અને સમીક્ષામાં ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને કંપનીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે જે વધુ સારું પ્રદર્શન કરે છે તે જ તેમની નોકરી જાળવી રાખશે.

આલ્ફાબેટમાં નોકરી પર જશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આલ્ફાબેટ વિશ્વની અન્ય મોટી ટેક કંપનીઓની જેમ છે, આવી સ્થિતિમાં, ગૂગલ પર તેની કિંમત ઘટાડવાનું દબાણ છે અને કંપની કર્મચારીઓની સંખ્યા ઘટાડીને તેની શરૂઆત કરી રહી છે. સમાચાર અનુસાર, કંપની દર 100માંથી 6 કર્મચારીઓને હટાવવાની તૈયારી કરી રહી છે. જે લગભગ 10 હજાર કર્મચારીઓ બરાબર છે.

ભારતીય IT કંપનીઓ પર અસર

અહેવાલો મુજબ, કેપજેમિની ભારતમાં આઈટી પ્રોફેશનલ્સની શોધમાં છે અને દેશભરમાં ઉપલબ્ધ હોદ્દાઓ માટે અરજીઓ સ્વીકારી રહી છે. તેની ભરતીમાં ફ્રેશર અને લેટરલ હાયરિંગ બંનેનો સમાવેશ થાય છે. પરંતુ તેના સીઈઓ આયમાન એઝાતે કહ્યું કે વર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમને ઓવર-હાયરિંગની જરૂર નથી.

ગૂગલની આલ્ફાબેટ કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે છટણીની પુષ્ટિ કરી નથી. થોડા મહિના પહેલા સીઈઓ સુંદર પિચાઈએ આગામી છટણીનો સંકેત આપ્યો હતો. અગાઉ એમેઝોને છટણી શરૂ કરી હતી. એમેઝોનમાં લગભગ 10,000 કર્મચારીઓની છટણી શરૂ થઈ ગઈ છે.

Published On - 12:31 pm, Wed, 23 November 22

Next Article