BSF Recruitment 2022 : દેશ સેવા માટે મળી રહી છે તક, જાણો અરજી કરવાની રીત

|

May 16, 2022 | 7:36 AM

BSF Recruitment 2022: ભરતી અંતર્ગત BSFમાં ગ્રુપ Bની કુલ 90 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં જુનિયર ઈજનેર સબ ઈન્સ્પેક્ટરની 32 જગ્યાઓ, ઈલેક્ટ્રીકલની 1, ઈન્સ્પેક્ટરની 1 અને સબ ઈન્સ્પેક્ટરની 57 જગ્યાઓનો સમાવેશ થાય છે.

BSF Recruitment 2022 : દેશ સેવા માટે મળી રહી છે તક, જાણો અરજી કરવાની રીત
BSF Recruitment 2022

Follow us on

BSF Recruitment 2022: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા ગ્રુપ Bની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. દેશ સેવા માટે  ઉત્તમ તક મળી રહી છે જેને યુવાનોએ ઝડપી લેવી જોઈએ . BSF Recruitment 2022 અંતર્ગત ઉમેદવારો પાસેથી BSFની સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 8 જૂન 2022 સુધી પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 25 એપ્રિલ 2022 થી શરૂ કરવામાં આવી છે. ભરતી સંબંધિત ખાલી જગ્યા વિગતો, પસંદગી પ્રક્રિયા અને સૂચના સહિતની તમામ વિગતો માટે અહેવાલ વિગતવાર વાંચો.

ભરતીની કુલ જગ્યાની માહિતી

ભરતી અંતર્ગત BSFમાં ગ્રુપ Bની કુલ 90 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં જુનિયર ઈજનેર સબ ઈન્સ્પેક્ટરની 32 જગ્યાઓ, ઈલેક્ટ્રીકલની 1, ઈન્સ્પેક્ટરની 1 અને સબ ઈન્સ્પેક્ટરની 57 જગ્યાઓનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જે 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં બેસવાનું રહેશે. સફળ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. બંને તબક્કામાં સફળ થયા પછી પસંદગી પામેલા ઉમેદવારોની મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વય મર્યાદા

આ પદો માટે મહત્તમ 30 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. કોઈપણ અન્ય ભરતી સંબંધિત માહિતી માટે, નીચે આપેલ લિંક પરથી સૂચના જુઓ.

BSF ભરતી 2022 નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો 

એપ્રિલમાં 88 લાખ નવી રોજગારની તકો ઉભી થઇ

એપ્રિલ 2022 માં રોગચાળાની (Covid-19 Pandemic) શરૂઆત પછી રોજગાર (Employment)બજારમાં સૌથી ઝડપી વિસ્તરણ જોવા મળ્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના ડેટા અનુસાર એપ્રિલમાં દેશના શ્રમ દળમાં 8.8 મિલિયન લોકો સામેલ છે. જોકે, માંગની સરખામણીમાં ઉપલબ્ધ રોજગાર પર્યાપ્ત નથી. CMIEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) મહેશ વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલમાં (Job opportunities) ભારતમાં નોકરીની તકો 88 લાખ વધીને 43.72 કરોડ થઈ છે. રોગચાળાની શરૂઆત પછી આ સૌથી વધુ આંકડો છે. માર્ચના અંત સુધીમાં દેશનું લેબર માર્કેટ 42.84 કરોડ હતું.

વિગતવાર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો 

ONGCમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે બમ્પર ભરતી થશે

ONGC Apprentice Recruitment 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડે વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2022 હતી પરંતુ અરજીની તારીખ લંબાવવામાં આવી છે. હવે તમે 22 મે 2022 સુધી અરજી ફોર્મ (ONGC jobs 2022) ભરી શકો છો. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો ONGC ની અધિકૃત વેબસાઇટ ongcindia.com પર જઈને આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા અનુસાર, નોર્ધન સેક્ટર, મુંબઈ સેક્ટર, વેસ્ટર્ન સેક્ટર, ઈસ્ટર્ન સેક્ટર, સધર્ન સેક્ટર અને સેન્ટ્રલ સેક્ટરમાં ટ્રેડ અને ટેકનિશિયન એપ્રેન્ટિસની (Apprentice Vacancy)જગ્યાઓ માટે અરજીઓ કરવામાં આવી રહી છે. કુલ 3614 જગ્યાઓ ભરવામાં આવશે.

વેકેન્સી અંગે સંપૂર્ણ માહિતી જાણવા વાંચવા અહીં ક્લિક કરો 

Next Article