BSF Recruitment 2021: ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની તક, BSF માં ઘણી જગ્યાઓ પર ભરતી

|

Jun 27, 2021 | 4:55 PM

BSF Recruitment 2021: બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 110 જગ્યાઓ ભરતી થશે. સત્તાવાર વેબસાઇટ bsf.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકો છો.

BSF Recruitment 2021: ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી મેળવવાની તક, BSF માં ઘણી જગ્યાઓ પર ભરતી
BSF Recruitment 2021

Follow us on

BSF Recruitment 2021: ધોરણ 10 પછી સરકારી નોકરીની (Government Job) શોધમાં રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કોન્સ્ટેબલ અને મિકેનિક સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરેલી સૂચના મુજબ, કુલ 110 જગ્યાઓ પર થશે ભરતી. આ ભરતીઓ (BSF Recruitment 2021) ગ્રુપ બી અને ગ્રુપ સી હેઠળ લેવામાં આવી છે.

બીએસએફ (BSF Recruitment 2021) દ્વારા બહાર પાડવામાં આવેલી આ (Government Job) ખાલી જગ્યામાં, ગઈકાલે એટલે કે 26 જૂન 2021 થી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ bsf.gov.in પર બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઑફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

ચાલો તમને જણાવી દઈએ કે આ (Government Job) ભરતીમાં અરજીની પ્રક્રિયા ઓનલાઇન મોડમાં હાથ ધરવામાં આવી છે, તેથી કોઈપણ અરજદાર કે જે ફોર્મ ભરવા માંગે છે તે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા ઉમેદવારોને 26 જુલાઈ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ખાલી જગ્યાની વિગતો

એએસઆઈ ઑપરેશન થિયેટર ટેકનિશિયન (ગ્રુપ સી પોસ્ટ) – 1 પોસ્ટ

એએસઆઈ લેબોરેટરી ટેકનિશિયન (ગ્રુપ સી પોસ્ટ) – 28 પોસ્ટ્સ

સીટી (વોર્ડ બોય / વોર્ડ ગર્લ / આયા) ગ્રુપ સી પોસ્ટ્સ – 9 પોસ્ટ્સ

એચસી (વેટરનરી) ગ્રુપ સી પોસ્ટ્સ – 20 પોસ્ટ્સ

કોન્સ્ટેબલ (કેનલમેન) ગ્રુપ સી પોસ્ટ્સ – 15 પોસ્ટ્સ

એસઆઈ (સ્ટાફ નર્સ) – 37 પોસ્ટ્સ

લાયકાત

જાહેર કરેલ જાહેરનામા મુજબ એસઆઈ (Staff nurse) ની પદ માટે અરજી કરનાર ઉમેદવાર ડિપ્લોમા ઇન નર્સિંગ સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ. એએસઆઈ ઓપરેશન થિયેટર ટેક્નિશિયનની પોસ્ટ માટે, ઉમેદવાર માટે વિજ્ઞાન પ્રવાહમાંથી ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે. આ સાથે, ઉમેદવાર પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી ઓપરેશન થિયેટરનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. જ્યારે એએસઆઈ લેબોરેટરી ટેકનિશિયન પદ માટે, ઉમેદવાર પાસે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા હોવો જોઈએ. કોન્સ્ટેબલ (કેનલમેન) પદ માટે, ઉમેદવાર માટે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે.

વય શ્રેણી

આ વિવિધ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉમેદવારો આ ભરતીથી સંબંધિત વધુ માહિતી માટે પ્રકાશિત સત્તાવાર સૂચના જોઈ શકે છે.

પગાર વિગતો

એસઆઈ (સ્ટાફ નર્સ) – 35,400/- થી 1,12,400/-
એએસઆઇ ઑપરેશન થિયેટર ટેક્નિશિયન (ગ્રુપ સી પોસ્ટ) – 29,200 – 92,300 રૂપિયા
એએસઆઈ લેબોરેટરી ટેકનિશિયન (ગ્રુપ સી પોસ્ટ) – સ્તર 5 (રૂ .9,200 – 92,300)
સીટી (વોર્ડ બોય / વોર્ડ ગર્લ / આયા) ગ્રુપ સી પોસ્ટ – 21,700 – 69,100 રૂપિયા
એચસી (વેટરનરી) ગ્રુપ સી પોસ્ટ્સ – 25,500 – 81,100 રૂપિયા
કોન્સ્ટેબલ (કેનલમેન) ગ્રુપ સી પોસ્ટ – 21,700 – 69,100 રૂપિયા

Published On - 4:16 pm, Sun, 27 June 21

Next Article