AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની મોટી તક ! NHSRCLમાં 224 જગ્યાઓ પર ભરતી, અરજીથી લઈને પગાર સુધી જાણો સંપૂર્ણ માહિતી

ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ આપવા માટે, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ 224 જગ્યાઓ માટે ભરતી બાહેર પાડી છે. આ જગ્યાઓ પર જુનિયર એન્જિનિયર, સ્ટેશન/ટ્રેન મેનેજર અને ડેપો/ઓપરેશન કંટ્રોલરનો સમાવેશ થાય છે.

Breaking News : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની મોટી તક ! NHSRCLમાં 224 જગ્યાઓ પર ભરતી, અરજીથી લઈને પગાર સુધી જાણો સંપૂર્ણ માહિતી
NHSRCL Bullet Train RecruitmentImage Credit source: AI Generated
| Updated on: Jun 16, 2026 | 1:22 PM
Share

ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને અમલમાં મૂકતી સંસ્થા, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ વિવિધ જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. કંપનીએ કુલ 224 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. જેમાં 209 નોન-એક્ઝિક્યુટિવ પદો અને 15 એક્ઝિક્યુટિવ પદોનો સમાવેશ થાય છે. આ ભરતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મજબૂત અને વેગ આપવા માટે કરવામાં આવી રહી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની મોટી તક

NHSRCL દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન અનુસાર, જુનિયર એન્જિનિયર, સ્ટેશન/ટ્રેન મેનેજર અને ડેપો/ઓપરેશન કંટ્રોલર જેવા પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સિવિલ/ટ્રેક ઇલેક્ટ્રિકલ, એસ એન્ડ ટી (સિગ્નલિંગ અને ટેલિકોમ), રોલિંગ સ્ટોક અને એએફસી (ઓટોમેટિક ફેર કલેક્શન) સહિત વિવિધ વિભાગોમાં જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. સ્ટેશન/ટ્રેન મેનેજર માટે 55 અને ડેપો/ઓપરેશન કંટ્રોલર્સ માટે પાંચ જગ્યાઓ ખાલી છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) અને સેફ્ટી વિભાગોમાં 15 એક્ઝિક્યુટિવ જગ્યાઓ ભરવામાં આવશે.

અરજી કોણ કરી શકે છે?

  • વય મર્યાદા: 31 મે, 2026 સુધીમાં મહત્તમ ઉંમર 45 વર્ષ
  • અનુભવ: રેલવે, મેટ્રો અથવા આરઆરટીએસમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ઓપરેશન અને મેન્ટેનન્સનો અનુભવ જરૂરી છે
  • લાયકાત: સંબંધિત ક્ષેત્રમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા બી.ઇ./બી.ટેક ડિગ્રી જરૂરી છે

પગાર કેટલો હશે?

IDA પગાર ધોરણ મુજબ, પગાર ₹40,000 થી ₹1,25,000 (NE-4 સ્તર) વત્તા HRA, તબીબી લાભો અને ₹3 લાખના સુરક્ષા બોન્ડ (4 વર્ષની સેવા માટે) જેવા અન્ય ભથ્થાં હશે.

અરજી કેવી રીતે કરવી?

અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ www.nhsrcl.in ની મુલાકાત લેવી.

અરજી કરવાની અંતિમ તારીખ શું છે?

નોન-એક્ઝિક્યુટિવ્સ માટે અરજી કરવાની અંતિમ તારીખ 14 જુલાઈ, 2026 અને એક્ઝિક્યુટિવ્સ માટે 9 જુલાઈ, 2026 છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT), દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ પર આધારિત હશે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે આ ભરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. NHSRCL અનુસાર, પસંદ કરાયેલા ઉમેદવારો ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સીધું યોગદાન આપશે. રસ ધરાવતા ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની, સંપૂર્ણ માહિતી વાંચવાની અને શક્ય તેટલી વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો, Google Doodle : ગૂગલનું લોગો વારંવાર કેમ બદલાય છે? જાણો ડૂડલની રસપ્રદ કહાની !

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">