BMRCL Recruitment 2022 : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મળી રહી છે નીકરીની તક, જાણો વેકેંસીની સંપૂર્ણ વિગત અહેવાલમાં

|

Dec 25, 2021 | 7:44 AM

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ આપવામાં આવશે.

BMRCL Recruitment 2022 : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મળી રહી છે નીકરીની તક, જાણો વેકેંસીની સંપૂર્ણ વિગત અહેવાલમાં
BMRCL Recruitment 2022

Follow us on

BMRCL Recruitment 2022: બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO)ની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ભરતી 5 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે. ઉમેદવારો આ માટે સત્તાવાર વેબસાઇટ bmrc.co.in દ્વારા 10 જાન્યુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. સત્તાવાર નોટિફિકેશન અનુસાર કામગીરીના આધારે કરારની અવધિ વધારી શકાય છે.

BMRCL Recruitment 2022 માટે ભરતીની જગ્યાઓનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા
સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO)મોં 50 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે

વય મર્યાદા અને અન્ય વિગતો
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ આપવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો જેમને તબીબી અથવા શિસ્તના આધારે છૂટા કરવામાં આવ્યા છે તેઓ અરજી કરવા પાત્ર રહેશે નહીં.

સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો

શૈક્ષણિક લાયકાત
સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટરની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોનું 10મું પાસ હોવું જરૂરી છે. તે જ સમયે તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ/ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ/ ટેલિકોમ્યુનિકેશન/ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ્સ/ ઇન્ડસ્ટ્રિયલ ઇલેક્ટ્રોનિક્સ/ મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા સમકક્ષ લાયકાત અથવા સશસ્ત્ર દળ દ્વારા જારી કરાયેલ વર્ગ-1ના ટ્રેડમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્ષ કરેલ હોવો આવશ્યક છે.

BMRCL Recruitment 2022 માટે અરજી કરવાની છેલ્લી
બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO)ની ખાલી જગ્યાઓ માટે 10 જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે 

કેવી રીતે અરજી કરવી
લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અધિકૃત વેબસાઇટ bmrc.co.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. તે જ સમયે BMRCL એપ્લિકેશન પ્રોસેસ, પાત્રતા, પસંદગી વગેરે વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરી  સત્તાવાર નોટિફિકેશન જુઓ.

 

આ પણ વાંચો :  ONGC Recruitment 2021: HR એક્ઝિક્યુટિવ અને PRO ની પોસ્ટ માટે મંગાવાઈ રહી છે અરજી, જાણો કઈ રીતે કરવું એપ્લાય

આ પણ વાંચો :  Online Education: એડ-ટેક કંપનીઓથી સાવધાન, શિક્ષણ મંત્રાલયે વાલીઓ માટે જાહેર કરી એડવાઈઝરી

Published On - 7:42 am, Sat, 25 December 21

Next Article