Bank Job 2021: સ્ટેટ બેંકમાં નોકરી મેળવવાની તક, ફાર્માસિસ્ટ અને મેનેજર સહિતની ઘણી જગ્યાઓ પર ખાલી જગ્યા

|

Apr 14, 2021 | 11:47 AM

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. એસબીઆઈ ( SBI)એ કરારના આધારે સ્પેશીયાલીસ્ટ કેડર અધિકારી (Specialist Cadre Officer) અને ક્લૈરીકલ કેડર અધિકારીમાં ફાર્માસિસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Bank Job 2021: સ્ટેટ બેંકમાં નોકરી મેળવવાની તક, ફાર્માસિસ્ટ અને મેનેજર સહિતની ઘણી જગ્યાઓ પર  ખાલી જગ્યા
ફાઈલ ફોટો

Follow us on

SBI Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. એસબીઆઈ ( SBI)એ કરારના આધારે સ્પેશીયાલીસ્ટ કેડર અધિકારી (Specialist Cadre Officer) અને ક્લૈરીકલ કેડર અધિકારીમાં ફાર્માસિસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાં મુજબ કુલ 92 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા (SBI Recruitment 2021) માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ એટલે કે 13 એપ્રિલ 2021થી શરૂ થઈ છે. જે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.inની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. તમને બતાવી દઈએ કે આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 03 મે સુધી ચાલુ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

યુવાઓ માટે બેંકમાં સરકારી નોકરીની (Bank Job 2021) શોધમાં આ એક સુવર્ણ તક છે. આ ખાલી જગ્યા હેઠળ કુલ 92 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ફાર્માસિસ્ટની 67 પોસ્ટ, મેનેજરની 2 પોસ્ટ (હિસ્ટ્રી), સલાહકારની 4 પોસ્ટ (ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ), ડેટા એનાલિસ્ટની 8 પોસ્ટ, મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ)ની 2 પોસ્ટ રહેશે. આ ઉપરાંત ડેપ્યુટી સીટીઓ, ચીફ એથિક્સ ઓફિસર , ડેપ્યુટી મેનેજર (સ્ટ્રેટેજિક ટ્રેનિંગ), મેનેજર (રિસ્ક મેનેજમેન્ટ), સિનિયર સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ (કમ્પ્લેનન્સ), સિનિયર સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ (સ્ટ્રેટેજી ટીએમજી), સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ, વરિષ્ઠ એક્ઝિક્યુટિવ, વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ) અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (માર્કેટિંગ) માટે 1-1- પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી
આ પોસ્ટ પર અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આમાં અરજી કરવા માટે નીચે આપેલા પગલાંને અનુસરો.
પ્રથમ સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાઓ.
અહીં હોમ પેજ પર Career વિભાગ પર જાઓ.
આમાં, Join SBIની લિંક પર ક્લિક કરો.
આમાં, Recruitment વિકલ્પ પર ક્લિક કરો.
હવે Online Apply પર જાઓ.
નવા પાના પર Click here for New Registration અહીં ક્લિક કરો.
અહીં નોંધણી થયા પછી, અરજી ફોર્મ ભરી શકાશે.

 

આ પણ વાંચો: CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડમાં નોકરીની તક, મળશે 2 લાખ સુધીનો પગાર

Next Article