ધોરણ 10 માં ભણતા 15 વર્ષના ટાબરિયાને અમેરિકન કંપનીએ 33 લાખની જોબ ઓફર કરી!!! જાણો કોણ છે આ બાળક

|

Jul 26, 2022 | 6:43 AM

વેદાંત દાવો કરે છે કે તે એક સેલ્ફ ટ્રેઈન્ડ કોડર છે જે તેની માતાના લેપટોપ પર પ્રેક્ટિસ કરે છે. તેણે ડિવાઇસને ધીમું અને આઉટ ડેટેડ ગણાવ્યું હતું. વેદાંતે કહ્યું કે તેણે કોડિંગ શીખવા માટે 24 થી વધુ ઓનલાઈન ટ્યુટોરિયલ્સમાં ભાગ લીધો છે.

ધોરણ 10 માં ભણતા 15 વર્ષના ટાબરિયાને અમેરિકન કંપનીએ 33 લાખની જોબ ઓફર કરી!!! જાણો કોણ છે આ બાળક
Symbolic Image

Follow us on

જે યુવાનો નોકરીની શોધમાં છે તેમને વાર્ષિક રૂ. 33 લાખ કમાવવાની ઓફર  મળે તો તરત જ સ્વીકારી લે છે. આટલા સારા પગાર(Salary)ની નોકરી માટે  એક મેચ્યોર ઉંમર ,ભણતર અને  અનુભવની જરૂર પડતી  હોય છે  પરંતુ આ પગારની ઓફર ધોરણ 10માં ભણતા 15 વર્ષના ટાબરિયાંને આપવામાં આવે તો??? જી હા, આ હકીકત છે!!! નાગપુરનો 15 વર્ષીય વેદાંત વેબ ડેવલપમેન્ટ કોમ્પિટિશનનો વિજેતા બનતા તેને અમેરિકા સ્થિત કંપનીમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી. તેને વાર્ષિક 33 લાખ પગારની ઓફર આપવામાં આવી છે. જોકે કંપનીને વિજેતાની ઉંમર ખબર પડતા ઓફર પરત લેવાઈ હતી.

કોડિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો

વેદાંતે અમેરિકા સ્થિત એક કંપની દ્વારા આયોજિત કોડિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેણે તે સ્પર્ધા જીતી હતી. તેણે બે દિવસમાં કોડની 2,066 લાઇન બનાવી હતી .

આ સ્પર્ધામાં વેદાંત સહિત કુલ 1000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા જીત્યા બાદ વેદાંતને અમેરિકાના ન્યુ જર્સી સ્થિત અમેરિકન કંપનીની હ્યુમન રીસોર્સીસ ટીમમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી. જોકે, વેદાંતની ઉંમર વિશે જાણ થતાં એડવર્ટાઇઝિંગ કંપનીએ પોતાની ઓફર પાછી ખેંચી લેવી પડી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જોકે, કંપનીએ વેદાંતને પ્રોત્સાહક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારા અનુભવ, વ્યાવસાયિકતા અને અભિગમથી ખૂબ પ્રભાવિત છીએ. નોંધમાં વેદાંતને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા અને કંપનીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટમાં વિદ્યાર્થીને નિરાશ ન થવા પણ કહેવામાં આવ્યું છે.

માતા-પિતાએ શું કહ્યું?

વેદાંત દાવો કરે છે કે તે એક સેલ્ફ ટ્રેઈન્ડ કોડર છે જે તેની માતાના લેપટોપ પર પ્રેક્ટિસ કરે છે. તેણે ડિવાઇસને ધીમું અને આઉટ ડેટેડ ગણાવ્યું હતું. વેદાંતે કહ્યું કે તેણે કોડિંગ શીખવા માટે 24 થી વધુ ઓનલાઈન ટ્યુટોરિયલ્સમાં ભાગ લીધો છે. તેણે તેની માતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોડિંગ સ્પર્ધા માટેની જાહેરાત જોઈ હતી.

વેદાંતના માતા-પિતા નાગપુર સ્થિત એક એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમના પિતાએ તેમના પુત્રની સિદ્ધિની પ્રશંસા કરી હતી. રિપોર્ટ અનુસાર તેણે કહ્યું કે તેને આ બાબત વિશે કંઈ ખબર નથી. આ ઓફર વિશે તેમને તેમના પુત્રની સ્કૂલમાંથી કોલ દ્વારા માહિતી મળી હતી. રિપોર્ટ અનુસાર વેદાંતની સ્કૂલે કંપનીને જવાબ આપવામાં તેની મદદ કરી હતી.

Next Article