AIIMS Recruitment 2022: મેડિકલ વિદ્યાર્થીઓ માટે AIIMSમાં 150થી વધુ વેકેન્સી, જાણો કેટલો મળશે પગાર

|

May 07, 2022 | 9:03 PM

AIIMS Recruitment 2022: રસ ધરાવતા અને લાયક તબીબી ઉમેદવારો AIIMS (AIIMS Recruitment 2022, Sarkari Naukri 2022) ભોપાલની અધિકૃત વેબસાઇટ aiimsbhopal.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

AIIMS Recruitment 2022: મેડિકલ વિદ્યાર્થીઓ માટે AIIMSમાં 150થી વધુ વેકેન્સી, જાણો કેટલો મળશે પગાર

Follow us on

Medical Job Vacancy: જો તમે મેડિકલ જોબ શોધી રહ્યા છો તો તમે AIIMSમાં ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ભોપાલે સીનિયર રેજિડેન્ટ નિવાસીઓ (બિન-શૈક્ષણિક) ભરતી 2022ની સૂચના બહાર પાડી છે. જો તમે આ ભરતી માટે લાયક છો અને અરજી કરવા માંગો છો તો તમે AIIMS Bhopalની સત્તાવાર વેબસાઈટ aiimsbhopal.edu.in પર જઈ શકો છો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2022 છે.

AIIMS ભોપાલ દ્વારા બહાર પાડવામાં આવેલ જોબ નોટિફિકેશન મુજબ આ ભરતી ડ્રાઈવ (AIIMS Recruitment 2022) દ્વારા સીનિયર રેજિડેન્ટ પદ માટે કુલ 159 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં ST કેટેગરીના ઉમેદવારો માટે 13 પોસ્ટ, SC માટે 23 પોસ્ટ, OBC માટે 44 પોસ્ટ, EWS માટે 15 પોસ્ટ અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 64 પોસ્ટનો સમાવેશ થાય છે. વિભાગ મુજબ ખાલી જગ્યાની વિગતો નીચે આપેલ સૂચનામાં ચકાસી શકાય છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

NMC/DCI દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MD, MS, DNB અથવા MDSમાં અનુસ્નાતક તબીબી ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, NMC અથવા DCI અથવા સ્ટેટ મેડિકલ અથવા ડેન્ટલ કાઉન્સિલમાંથી માન્ય નોંધણી કરાવવી જરૂરી છે. જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ તો SR પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ સુધીની હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પગાર

સીનિયર રેજિડેંટ (SR)ની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારોને 7મા પગાર પંચ હેઠળ દર મહિને રૂ. 67,700 (પે લેવલ-11)નો પગાર મળશે. આ સિવાય NPA જેવા લાગુ ભથ્થાનો લાભ પણ મળશે.

પસંદગી પ્રક્રિયા

પાત્રતા ધરાવતા અરજદારોને લેખિત કસોટી અથવા ઇન્ટરવ્યુ અથવા બંનેના આધારે પસંદ કરી શકાય છે. તે સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને જરૂરી માહિતી માટે વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

અરજી ફી

જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 1500 અરજી ફી જમા કરવાની રહેશે. જ્યારે EWS, SC અથવા ST કેટેગરીના ઉમેદવારોએ 1200 અરજી ફી ભરવાની રહેશે.

Next Article