AAI : એરપોર્ટ ઓથોરિટીમાં વેકેન્સી, જાણો સેલરી અને અહીંયા કરો અપ્લાય

|

Jan 03, 2023 | 1:28 PM

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (AAI) ઓફિશિયલ વેબસાઈટ aai.aero પર જઈને ઓનલાઈન અપ્લાય કરી શકો છો. AAIમાં Executive પદ પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે.

AAI : એરપોર્ટ ઓથોરિટીમાં વેકેન્સી, જાણો સેલરી અને અહીંયા કરો અપ્લાય
AAI Image

Follow us on

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (AAI)ના Executive પદો પર અપ્લાય કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે. આ વર્ષે, એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ પર નિમણૂક GATE સ્કોરના આધારે કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં સરકારી નોકરીઓમાં રસ ધરાવતા ઉમેદવારોએ AAIની ઓફિશિયલ વેબસાઈટ aai.aero પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જ્યારે એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી, 2023 છે.

આ ભરતી અભિયાન હેઠળ 272 ઉમેદવારોની એક્ઝિક્યુટિવ પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે. જો આપણે કઇ જગ્યાઓ પર કેટલી જગ્યાઓ ખાલી છે તેની વાત કરીએ તો જુનિયર એક્ઝિક્યુટિવ (એન્જિનિયરિંગ-સિવિલ)ની 32 જગ્યાઓ હશે. આ ઉપરાંત જુનિયર એક્ઝિક્યુટિવ (એન્જિનિયરિંગ-ઈલેક્ટ્રિકલ)ની 47 જગ્યાઓ, જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રોનિક્સ)ની 187 જગ્યાઓ અને જુનિયર એક્ઝિક્યુટિવની 6 જગ્યાઓ માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

એલિજિબિલિટી ક્રાઈટેરિયા શું છે?

એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. OBC ઉમેદવારોને વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે, જ્યારે SC અને ST ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જો આપણે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ, તો જુનિયર એક્ઝિક્યુટિવ (એન્જિનિયરિંગ-સિવિલ), જુનિયર એક્ઝિક્યુટિવ (એન્જિનિયરિંગ-ઈલેક્ટ્રિકલ) અને જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રોનિક્સ)ની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારે ચોક્કસ ક્ષેત્રમાં એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજીમાં બેચરલની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે, જુનિયર એક્ઝિક્યુટિવ (આર્કિટેક્ચર)ની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવાર પાસે આર્કિટેક્ચરમાં બેચરલની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત ઉમેદવારે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરમાં રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.

આટલી હશે સેલરી

ઉમેદવારોને જણાવવામાં આવે છે કે જુનિયર એક્ઝિક્યુટિવના પદ પર નિમણૂક થનારી વ્યક્તિને સેલરી તરીકે 40 હજાર રૂપિયાથી લઈને 1.4 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે. તમને જણાવી દેવામાં આવે કે જ્યારે ઉમેદવાર ઓનલાઈન મોડમાં અપ્લાય કરશે, તો તેને એપ્લિકેશન ફી માટે 300 રૂપિયા ચૂકવવા પડશે.

Next Article