Zomato Stock : 51% પ્રીમિયમ ઉપર ખુલેલા Zomato નો શેર લાલ નિશાન તરફ સરકી રહ્યો છે, જાણો શું છે રોકાણકારો માટે નિષ્ણાંતની સલાહ

|

Aug 24, 2021 | 9:08 AM

સોમવારે ઝૉમાટોનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 99,638 કરોડ રૂપિયા પર આવી ગયું છે. જો કે દિવસ દરમિયાન ઝૉમાટોનો શેર 10% ઘટ્યો હતો.

સમાચાર સાંભળો
Zomato Stock : 51% પ્રીમિયમ  ઉપર ખુલેલા Zomato નો શેર લાલ નિશાન તરફ સરકી રહ્યો છે, જાણો શું છે રોકાણકારો માટે નિષ્ણાંતની સલાહ
Zomato stock Update

Follow us on

ઝૉમાટોના શેરમાં સોમવારે રોકાણકારોને ભારે ફટકો પડ્યો હતો.સ્ટોક 8.80% તૂટ્યો અને 127 રૂપિયા પર બંધ થયો હતો. રોકાણકારો માટે આ બાબત ચિંતાજનક સાબિત થઇ હતી . શેર ૫ દિવસમાં 8.89% સુધી તૂટ્યો છે. આ સ્થિતિમાં રોકાણકારો મૂંઝવણમાં છે કે જબરદસ્ત લિસ્ટિંગ આપનાર શેર રાખવો કે વેચી દેવો જોઈએ?

માર્કેટ કેપ રૂ 1 લાખ કરોડથી નીચે આવ્યું
સોમવારે ઝૉમાટોનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 99,638 કરોડ રૂપિયા પર આવી ગયું છે. જો કે દિવસ દરમિયાન ઝૉમાટોનો શેર 10% ઘટ્યો હતો. ICICI ડાયરેક્ટએ રિપોર્ટમાં કહ્યું છે કે આ ફૂડ ટેક ડિલિવરી કંપનીનો શેર વધશે. આગામી 12 મહિનામાં સ્ટોક 200 રૂપિયાને પાર કરી શકે છે.

કંપની ખોટમાં છે
ખોટ કરતી કંપની ઝૉમાટોનો સ્ટોક ગયા મહિને 51% વધુ કિંમતે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો. ICICI ડાયરેક્ટએ કહ્યું કે અમારા દૃષ્ટિકોણથી ઝૉમાટોનું સારું મૂલ્ય છે. દલાલ સ્ટ્રીટ માને છે કે તેની કિંમત ગણી સારી છે. બ્રોકરેજ ફાર્મ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી રહ્યું છે. તેનો અંદાજ છે કે કંપની આગામી પાંચ વર્ષમાં સારા માર્જિન અને આવકમાં સારી વૃદ્ધિ કરશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઝૉમાટોના ફૂડ ઓર્ડરની સંખ્યા વધશે
બ્રોકરેજ હાઉસે કહ્યું કે 220 રૂપિયાનો લક્ષ્યાંક આ આધારે નક્કી કરવામાં આવ્યો છે કે 2024-25 સુધીમાં 2.2 કરોડ ભારતીયો મહિનામાં ચાર વખત ઝોમેટોમાંથી ખોરાક મંગાવશે તેવો અંદાજ છે. જોકે આ સારો આંકડો નથી. ભારતમાં 3.5 કરોડ ક્રેડિટ કાર્ડ અને 11.4 કરોડ પેટીએમ ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકો છે. તે બધા સુપર યુઝરની શ્રેણીમાં આવે છે.

ડિસ્કાઉન્ટ આપવું જોખમી સાબિત શકે છે
ICICI ડાયરેક્ટએ કહ્યું કે જો ઝૉમેટોનું ડિસ્કાઉન્ટ સરેરાશ ઓર્ડર દીઠ 15 રૂપિયાથી ઓછું હોય તો તે થોડું જોખમ બતાવી શકે છે. ઝૉમાટોનો સ્ટોક 23 જુલાઇના રોજ સ્ટોક એક્સચેન્જમાં 116 રૂપિયામાં લિસ્ટેડ હતો. તેનો આઇપીઓ 76 રૂપિયામાં આવ્યો હતો. લિસ્ટિંગના દિવસે સ્ટોક 140 રૂપિયા સુધી ગયો હતો.

ઝૉમાટોમાં સારો સ્કોપ
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કહ્યું છે કે ઝોમેટોના શેરની કિંમત 220 રૂપિયા સુધી જઈ શકે છે. દેશમાં રેસ્ટોરન્ટની ઓછી ડેન્સિટીને કારણે અમે આ કંપનીમાં સારો અવકાશ જોઈ રહ્યા છીએ. બ્રોકરેજ હાઉસને વિશ્વાસ છે કે કોરોનાની બીજી લહેર બાદ અર્થતંત્ર ખુલશે ત્યારે ઝોમેટો સારી રિકવરી કરશે. જોકે પ્રથમ લહેરની કંપનીના બિઝનેસ પર ખરાબ અસર પડી છે.

 

આ પણ વાંચો : શું Airport બાદ હવે Railway નું સંચાલન પણ ખાનગી કંપનીઓના હાથમાં જશે ? જાણો શું છે સરકારની યોજના

 

આ પણ વાંચો :  Dollar Vs Rupee : ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે રૂપિયો, તમને થશે લાભ કે સહન કરવું પડશે નુકશાન? જાણો અહેવાલ દ્વારા

Published On - 9:08 am, Tue, 24 August 21

Next Article