Zomato Shares Listing : આજે શેર 100 રૂપિયાથી વધુ કિંમતે લિસ્ટ થઈ શકે છે, આ રીતે તપાસો શેરનું ALLOTMENT STATUS

|

Jul 23, 2021 | 8:09 AM

ઝોમાટો શેરની લિસ્ટિંગમાં ઓછામાં ઓછા 15 ટકા પ્રીમિયમની અપેક્ષા છે. કંપનીનું ઊંચું મૂલ્યાંકન હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રે-માર્કેટમાં પ્રીમિયમ વધ્યું છે. નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિણામો ઉત્તમ રહ્યા છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રની સેન્ટિમેન્ટ મજબૂત છે. આ સાથે ઝોમેટો લિસ્ટ થનારી પ્રથમ ફૂડ ડિલીવરી કંપની છે.

Zomato Shares Listing : આજે  શેર 100 રૂપિયાથી વધુ કિંમતે લિસ્ટ થઈ શકે છે, આ રીતે તપાસો શેરનું  ALLOTMENT STATUS
Zomato IPO

Follow us on

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેરની લિસ્ટિંગ(Zomato Shares Listing) આજે 23 જુલાઇ 2021 ના ​​રોજ થવા જઈ રહી છે. અગાઉ કંપનીના શેર 27 જુલાઈ 2021 ના ​​રોજ લિસ્ટ થવાના હતા પરંતુ કંપનીએ નિયત તારીખ પહેલા તેને લિસ્ટ કરવાનું નક્કી કર્યું છે. નિષ્ણાતો માને છે કે ઝોમાટો શેરબજારમાં શેર દીઠ 100 રૂપિયાથી ઉપરના મૂલ્ય એ લિસ્ટ થઇ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઝોમાટો તેની ઇશ્યૂ પ્રાઈસ કરતા 30 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થવાની સંભાવના છે સઉલ્લેખનીય છે કે કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઈસ 76 રૂપિયા છે.

ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યું છે
ઝોમાટો શેરની લિસ્ટિંગમાં ઓછામાં ઓછા 15 ટકા પ્રીમિયમની અપેક્ષા છે. કંપનીનું ઊંચું મૂલ્યાંકન હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રે-માર્કેટમાં પ્રીમિયમ વધ્યું છે. નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિણામો ઉત્તમ રહ્યા છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રની સેન્ટિમેન્ટ મજબૂત છે. આ સાથે ઝોમેટો લિસ્ટ થનારી પ્રથમ ફૂડ ડિલીવરી કંપની છે. ઝોમાટોના શેરનું લિસ્ટિંગ અગાઉ 27 જુલાઇએ થવાનું હતું પરંતુ હવે તેને પહેલા લિસ્ટ કરવાનું નક્કી કર્યું છે. હવે કંપનીના શેર આજે 23 જુલાઈએ લિસ્ટ થશે.

માર્કેટ સેન્ટિમેન્ટમાં ઘણો સુધારો થયો છે
લિસ્ટિંગ અંગે ઝોમાટો તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી. કેપિટલવિઆ ગ્લોબલના હેડ રિસર્ચ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે માર્કેટ સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં જ્યુબિલેન્ટના પરિણામો પરથી આ જોવામાં આવી રહ્યું છે. તેમનું માનવું છે કે ગ્રે-માર્કેટમાંથી આવતા સિગ્નલો અનુસાર ઝોમેટો શેરોની સૂચિ શેર દીઠ 100 રૂપિયા પર થઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

Published On - 8:03 am, Fri, 23 July 21

Next Article