Zomato IPO: કંપની 8250 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે, જાણો શું છે યોજના?

|

Apr 29, 2021 | 9:21 AM

Zomato IPO: જો તમે રોકાણ માટે મોટા IPO ના ઈન્તેજારમાંછો, તો હવે તૈયાર થઇ જાઓ. ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોનો આઈપીઓ (Zomato IPO) ટૂંક સમયમાં પ્રાથમિક બજારમાં દસ્તક દેવા જઈ રહ્યો છે.

Zomato IPO: કંપની 8250 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે,  જાણો શું છે યોજના?
Zomato IPO

Follow us on

Zomato IPO: જો તમે રોકાણ માટે મોટા IPO ના ઈન્તેજારમાંછો, તો હવે તૈયાર થઇ જાઓ. ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોનો આઈપીઓ (Zomato IPO) ટૂંક સમયમાં પ્રાથમિક બજારમાં દસ્તક દેવા જઈ રહ્યો છે. ઝોમાટોએ તેના સૂચિત આઇપીઓ માટે સેબી પાસે દસ્તાવેજો (DRHP) સબમિટ કર્યા છે. ઝોમેટો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, કંપની આઈપીઓ દ્વારા રૂ 8,250 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

કંપનીની યોજના શું છે
ઝોમાટોના આ IPOમાં કંપની તરફથી એક નવા ઇશ્યુની સાથે ઝોમાટોની રોકાણકાર ઇન્ફો એજ (ઇન્ડિયા) લિમિટેડ તરફથી પફર ફોર સેલ રહેશે. IPOમાં રૂ. 7500 કરોડનો નવો ફ્રેશ ઇસ્યુ અને ઇન્ફો Edge તરફથી 750કરોડની ઓફર ફોર સેલ મૂકવામાં આવશે. ઇન્ફો એજ લિમિટેડએ જણાવ્યું છે કે તે ઝોમેટોના આઈપીઓમાં તેની હોલ્ડિંગના 750 મિલિયન રૂપિયા OFS દ્વારા વેચે છે.

Info Edge નો હિસ્સો કેટલો છે?
હાલમાં Info Edge ઝોમેટોમાં લગભગ 19 ટકા હિસ્સો ધરાવે છે. Info Edgeએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે કંપની બોર્ડે OFS દ્વારા ઝોમેટોના આઇપીઓમાં 750 કરોડ રૂપિયાના શેરના વેચાણને મંજૂરી આપી છે. એવું માનવામાં આવે છે કે સેબીની મંજૂરી પછી આઈપીઓની લોન્ચિંગ તારીખ શેર બજારના પ્રદર્શન પર આધારીત રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે?
ઝોમેટો કહે છે કે આઇપીઓથી મળેલી આવકનો ઉપયોગ કંપનીના વ્યવસાયમાં વધારો કરવા માટે કરવામાં આવશે. આ સિવાય આ નાણાંનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે પણ કરવામાં આવશે. નાણાકીય બાબતોની વાત કરીએ તો માર્ચ 2020 માં પૂરા થતાં નાણાકીય વર્ષ કંપનીની કુલ આવક 2486 કરોડ રૂપિયા હતી. જો કે આ સમય દરમિયાન કંપની ખોટમાં હતી. કોરોના વાયરસને કારણે લોકડાઉનથી કંપનીના નફાને અસર થઈ છે.

 

Next Article