Tv9 ગુજરાતીના ACE-ACHIEVERS કાર્યક્રમમાં યંગ બિઝનેસમેન બ્રિજેશ ધોળકિયાએ જણાવી સંઘર્ષની કહાની

|

Nov 21, 2019 | 10:57 AM

યંગ બિઝનેસમેન બ્રિજેશ ધોળકિયાએ ટીવી9 ACE એચિવર્સ એવોર્ડમાં હાજરી આપી હતી. જેમાં તેમને મંચ પર આવીને પોતાના સંઘર્ષ અને કંપની અંગે વાત કરી હતી. તેઓએ પહેલાં પોતાના કાકા સવજીભાઈ ધોળકિયાનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે મારા પિતા અને ચાર ભાઈઓએ 1992 કંપનીની શરુઆત કરી ત્યારે અમારી પાસે અનુભવ સિવાય કશું હતું જ નહીં. આ […]

Tv9 ગુજરાતીના ACE-ACHIEVERS કાર્યક્રમમાં યંગ બિઝનેસમેન બ્રિજેશ ધોળકિયાએ જણાવી સંઘર્ષની કહાની

Follow us on

યંગ બિઝનેસમેન બ્રિજેશ ધોળકિયાએ ટીવી9 ACE એચિવર્સ એવોર્ડમાં હાજરી આપી હતી. જેમાં તેમને મંચ પર આવીને પોતાના સંઘર્ષ અને કંપની અંગે વાત કરી હતી. તેઓએ પહેલાં પોતાના કાકા સવજીભાઈ ધોળકિયાનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે મારા પિતા અને ચાર ભાઈઓએ 1992 કંપનીની શરુઆત કરી ત્યારે અમારી પાસે અનુભવ સિવાય કશું હતું જ નહીં.

આ સિવાય ટીવી9ના ઈવેન્ટમાં બ્રિજેશ ધોળકિયાએ ઉમેર્યું કે કંપનીની શરુઆતમાં તેમના પિતા અને ભાઈઓની પાસે પૈસા તો નહોતા જ પણ ભણતર પણ નહોતું. બ્રિજેશ ધોળકિયાએ કહ્યું કે આજે મહેનત રંગ લાવી છે અને કંપની 1.2 બિલિયન ડોલરના ટર્નઓવર સુધી પહોંચી છે. આ સિવાય બ્રિજેશ ધોળકિયાએ પોતાના સંબોધનમાં પોતાના 8 હજાર કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો. કંપનીની શરુઆતમાં પૈસા કમાવવાનું મહત્વનું હતું પણ આજે અમારા 8 હજાર કર્મચારીઓના પરિવારનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવી રીતે સુધરે તે પણ અગત્યનું છે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્રિજેશ ધોળકિયાએ કહ્યું કે મોટાભાઈ ગયેલાં એટલે એમને પણ એક મહિનો બહાર જઈને જોબ કરીને વિતાવવાનો વારો આવ્યો. બેંગલોર ખાતે ડોર ટુ ડોર જઈને બ્રિજેશ ધોળકિયાએ નોકરી શોધી. આ નોકરી એક નવા ઓપનિંગ થઈ રહેલાં સબ-વેમાં હતી.  ઘરે ફોન કરીને કહ્યું કે આ નોકરીમાં તો એક મહિનો પસાર થઈ જશે ત્યારે ઘરેથી કહેવામાં આવ્યું કે એક અઠવાડિયામાં નોકરી બદલી લેવી. આમ જોવા જઈએ તો એક મહિનામાં ચાર અલગ અલગ જગ્યાએ જઈને નોકરી કરવાની થયી. બ્રિજેશ ધોળકિયાએ ઉમેર્યું કે તેઓને ત્યારે લાગ્યું કે જોબ મળવી સહેલી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બ્રિજેશ ધોળકિયાએ પોતાના સંઘર્ષની વાત કરતાં કહ્યું કે જેમની પાસે જ્ઞાન હશે તે આગળ વધી શકશે. બ્રિજેશ ધોળકીયાએ એ પણ વાત કરી કે કંપનીના કર્મચારીઓને કેવી રીતે પારિવારીક સંબંધોથી સાથે રાખી શકાય. તેઓએ કંપનીના લક્ષ્ય વિશે વાત કરતાં કહ્યું કે કર્મચારીઓ અને કસ્ટમર બંને ખુશ હોય તો જ કંપની ગ્રોથ કરી શકે. અંતમાં બ્રિજેશ ધોળકિયાએ કહ્યું કે આપણે આપણા કર્મચારીઓ, આપણા રાજ્ય અને આપણા દેશનું સારું ઈચ્છવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:08 pm, Wed, 20 November 19

Next Article