YAHOO ગ્રુપ તેના સોશીયલ પ્લેટફોર્મ સર્વિસને બંધ કરશે, Yahoo મેઇલ પહેલાની જેમ ચાલુ રહેશે
એકસમયે ડિજિટલ વર્લ્ડમાં શિખરના સ્થાને બિરાજેલ YAHOO ગ્રુપ તેનો કારોબાર સમેટી રહ્યું છે. ૧૫ ડિસેમ્બર ૨૦૨૦થી YAHOO GROUP તેની સોશ્યલ પ્લેટફોર્મ સર્વિસ ડાઉન કરી રહી છે. Yahoo એ તેની વેબસાઇટ ઉપર આ માહિતી જાહેર કરી છે. છેલ્લા ઘણા સમયથી YAHOO યુઝેજમાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2017 માં Yahoo ને ખરીદનારા Verizon Mediaએ આ […]


Yahoo આ વર્ષના અંતમાં તેની સફર સમાપ્ત કરવા જઈ રહ્યું છે. Yahoo Groups લોકપ્રિયતામાં સતત ઘટાડાથી પરેશાન હતું. સત્તાવાર નિવેદનમાં સંચાલકોએ નોંધ્યું છે કે યૂઝર્સ પ્રીમિયમ અને વિશ્વસનીય કન્ટેન્ટ ઇચ્છે છે. સર્વિસ બંધ કરવા જેવા નિર્ણયો લેવાનું ક્યારેય સરળ રહ્યું નથી પરંતુ કેટલીકવાર કડક નિર્ણયો લેવા જરૂરી બને છે. Yahoo મેઇલ પહેલાની જેમ ચાલુ રખાશે. 15 ડિસેમ્બર પછી લોકો Yahoo Groups દ્વારા વેબસાઇટ પણ ઉપલબ્ધ રહેશે નહીં.

Yahoo Groups ની સેવા 19 વર્ષ પહેલા 2001 માં શરૂ થઈ હતી. એકસમયે yahoo ખુબ લોકપ્રિય અને પ્રથમ પસંદગી બન્યું હતું. સ્પર્ધકો બજારમાં વધ્યા ત્યારે પોતાના યુઝર્સને જાળવી રાખવામાં Yahoo સફળ રહ્યું નહિ . રેડ્ડિફ, ગુગલ અને ફેસબુક સામે તે ટકી શક્યું નહીં.અમેરિકન વાયરલેસ કોમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર વેરીજોનને 2017 માં YAHOOO ના ઇન્ટરનેટ વેપારને 4.8 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
