ચિંતાના સમાચાર : રેપો રેટમાં 0.35% વધારાના મળી રહ્યા છે સંકેત, RBI નાણાકીય સમીક્ષામાં વધારો કરી શકે છે : રિપોર્ટ

|

Jul 28, 2022 | 6:45 AM

બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક વધતી જતી મોંઘવારી અંગે કડક વલણ અપનાવી રહી છે અને હાલમાં કેન્દ્રીય બેંકનું મુખ્ય લક્ષ્ય ફુગાવાને અંકુશમાં લેવાનું છે તેથી આગામી પોલિસી સમીક્ષામાં દરો વધશે.

ચિંતાના સમાચાર : રેપો રેટમાં 0.35% વધારાના મળી રહ્યા છે સંકેત, RBI નાણાકીય સમીક્ષામાં વધારો કરી શકે છે :  રિપોર્ટ
Reserve Bank of India

Follow us on

આગામી સપ્તાહે દેવું વધુ વધવાની શક્યતા છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝે આગાહી કરી છે કે આગામી સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેન્ક(RBI) મુખ્ય દરોમાં વધારો કરી શકે છે. અમેરિકન બ્રોકરેજનો અંદાજ છે કે વર્તમાન પરિસ્થિતિઓને જોતા રેપો રેટમાં 0.35 ટકાનો વધારો જોવા મળી શકે છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી 5 ઓગસ્ટે મીટિંગના પરિણામો જાહેર કરશે. અગાઉ સળંગ બે મહિનામાં રિઝર્વ બેંકે એકંદરે 0.9 ટકાનો વધારો કર્યો હતો. બ્રોકરેજ હાઉસે એવો અંદાજ આપ્યો છે કે રિઝર્વ બેંક સ્થિતિ અનુસાર દરોમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે.

વધતી મોંઘવારીનો સામનો કરવાનો પ્રયાસ

બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક વધતી જતી મોંઘવારી અંગે કડક વલણ અપનાવી રહી છે અને હાલમાં કેન્દ્રીય બેંકનું મુખ્ય લક્ષ્ય ફુગાવાને અંકુશમાં લેવાનું છે તેથી આગામી પોલિસી સમીક્ષામાં દરો વધશે. જો કે બ્રોકરેજ હાઉસે એમ પણ કહ્યું હતું કે ભલે રિઝર્વ બેંક રેટમાં વધુ વધારો કરશે પરંતુ આ નિર્ણય ગ્રોથ અને અર્થવ્યવસ્થાની સ્થિતિને જોઈને લેવામાં આવશે. રિઝર્વ બેંકે મે અને જૂનમાં બે વખત રેપો રેટમાં 0.9 ટકાનો વધારો કર્યો હતો. બ્રોકરેજ હાઉસે તેના અહેવાલમાં લખ્યું છે કે તેઓ અપેક્ષા રાખે છે કે રિઝર્વ બેંક પોલિસી રેટ 0.35 ટકાથી 5.25 ટકા વધારશે. જે રોગચાળા પહેલાના સ્તરથી પણ ઉપર છે. બ્રોકરેજ હાઉસે અનુમાન લગાવ્યું છે કે MPC નાણાકીય વર્ષ 2022-23 માટે રિટેલ ફુગાવાના અનુમાનને 6.7 ટકા અને જીડીપી વૃદ્ધિની આગાહી 7.2 ટકા પર જાળવી રાખશે. ગયા અઠવાડિયે જ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે એપ્રિલમાં ફુગાવાનો દર થોડો ઘટીને 7.04 ટકા થયો છે જે દર્શાવે છે કે ફુગાવો તેની સર્વોચ્ચ ટોચને સ્પર્શી ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રેપો રેટમાં સતત વધારો થયો

રિઝર્વ બેંકે છેલ્લે જૂનમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ નો વધારો કર્યો હતો. આ  પછી  રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો છે. આ આગાઉ 4 મે 2022ના રોજ આરબીઆઈએ પોલિસી રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40% કરી દેવાયો હતો. વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંક પણ રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. રેપો રેટમાં વધારો થવાથી મોંઘવારી  અંકુશમાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Published On - 6:44 am, Thu, 28 July 22

Next Article