પેટ્રોલ અને ડીઝલ સાથે એલપીજીના ભાવ ઘટવા જઇ રહ્યા છે, જાણો કઈ રીતે બનશે શક્ય

|

Mar 01, 2021 | 8:19 AM

પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડરના વધતા ભાવોથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે.

પેટ્રોલ અને ડીઝલ સાથે એલપીજીના ભાવ ઘટવા જઇ રહ્યા છે, જાણો કઈ રીતે બનશે શક્ય
Petrol-Diesel Price

Follow us on

પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડરના વધતા ભાવોથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે. તેમણે કહ્યું, તેલ ઉત્પાદક દેશોને તેલનું ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવ્યું છે જેથી ભારતના સામાન્ય લોકોને તેલની વધતી કિંમતોથી રાહત મળી શકે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલના વધારાતા ભાવને કારણે પેટ્રોલિયમ પેદાશો દેશમાં મોંઘી થઈ રહી છે. પોતાના દેશના હિતમાં વધુ નફો મેળવવા માટે ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા દેશો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર ધર્મેન્દ્ર પ્રધાને એમ પણ કહ્યું હતું કે શિયાળાને કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા છે, શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો જેથી પાછી કિંમતો સસ્તી થશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેલનું ઉત્પાદન વધતાં કિંમતોમાં ઘટાડો થશે
કોરોનાને કારણે વપરાશ ઓછો થવાને કારણે તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે છતાં પણ ઉત્પાદનમાં વધારો થયો નથી. ઉત્પાદનના અભાવે એલપીજીનો વપરાશ વધ્યો અને ભાવમાં વધારો થયો. જોકે, હવે માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં એલપીજીના ભાવને નિયંત્રિત કરવું શક્ય છે.

આ દેશો પર દબાણ બનાવાઈ રહ્યું છે
ભારત મોટો તેલ ખરીદનાર દેશ છે. આપણે રશિયા, કતાર અને કુવૈત જેવા તેલ ઉત્પાદક દેશોની સાથે તેણે અન્ય દેશો પર પણ તેલનું ઉત્પાદન વધારવા માટે દબાણ કર્યું છે. તેલનું ઉત્પાદન વધશે ત્યારે બેરલ દીઠ ખર્ચ ઘટશે અને પાછળથી છૂટક તેલની કિંમતમાં પણ ઘટાડો થશે.

આ સમયે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક રેકોર્ડ સ્તરે ચાલી રહી છે. તેલના ભાવમાં 16 ગણો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Next Article