Wipro Q2 Results: વિપ્રોના નફામાં 9.6 ટકાનો ઘટાડો, રેવન્યુ 7.7 ટકા વધી
વિપ્રોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 9.6 ટકા ઘટીને 2,930.7 કરોડ રૂપિયા રહ્યો છે. ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક 7.7 ટકા વધીને 19,667.4 કરોડ રૂપિયા થઈ છે.
Wipro Q2 Results: વિપ્રોએ બુધવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 9.6 ટકા ઘટીને 2,930.7 કરોડ રૂપિયા રહ્યો છે. તેમજ આ ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ રેવન્યુ 7.7 ટકા વધીને 19,667.4 કરોડ રૂપિયા થઈ છે. કંપનીના નફામાં ઘટાડાનું કારણ ઉંચા કરની ચુકવણી અને ખર્ચમાં તીવ્ર વધારો છે.
કંપનીને ડિસેમ્બર ક્વાર્ટરમાં આવકમાં 2-4 ટકા વૃદ્ધિની અપેક્ષા
ક્વાર્ટર માટે આઈટી સર્વિસીસ સેગમેન્ટમાં યુએસ ડોલરની ટર્મમાં 6.9 ટકાનો વધારો થયો છે. રૂપિયાની દ્રષ્ટિએ IT સર્વિસ સેગમેન્ટમાં કંપનીની વૃદ્ધિ ત્રિમાસિક ધોરણે 8.1 ટકા રહી હતી. વિપ્રોએ કહ્યું કે તે ડિસેમ્બર ક્વાર્ટરમાં રેવન્યુમાં 2-4 ટકાના ગ્રોથની અપેક્ષા રાખે છે.
વિપ્રોના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Thierry Delaporte જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરના પરિણામો દર્શાવે છે કે તેમની બિઝનેસ સ્ટ્રેટેજી સારી રીતે કામ કરી રહી છે. કંપનીનું સંચાલન પ્રદર્શન મજબૂત રહ્યું છે. આનું કારણ એ છે કે કંપની આઈટી સર્વિસીસ સેગમેન્ટ માટે કન્સોલિડેટેડ ઓપરેટિંગ માર્જિનને એડજસ્ટેડ ધોરણે 17.8 ટકા પર ફ્લેટ રાખવામાં સફળ રહી છે. રીપોર્ટેડ બેસીસ પર ક્વાર્ટરમાં માર્જિન 104 બેસિસ પોઈન્ટ પર ઘટ્યો.
કંપનીના શેરમાં ઉછાળો
સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કર્મચારીઓના લાભમાં 8 ટકાનો વધારો થયો છે. તે કંપની દ્વારા પગારમાં વધારાની અસર દર્શાવે છે. કંપનીએ અહીં પ્રતિભા જાળવી રાખવા માટે આવું કર્યું. આ પ્રયાસો છતાં ત્રિમાસિકમાં એટ્રિશન રેટ 20.5 ટકા વધ્યો.
અગાઉના ક્વાર્ટરમાં તે 15.5 ટકા હતો. વિપ્રોએ કહ્યું કે તમામ બજારો, સેક્ટર્સ અને ગ્લોબલ બિઝનેસની કેટેગરીમાં તેનો ગ્રોથ મોટા સ્તરે સારી રહી છે. કંપનીએ કહ્યું કે તેણે 100 મિલિયન ડોલર પ્લસ કેટેગરીમાં વધુ બે ગ્રાહકો અને 50 મિલિયન ડોલર પ્લસ બ્રેકેટમાં બે ગ્રાહકો ઉમેર્યા છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 2 ટકાના ઉછાળા સાથે કંપનીનો શેર 672.4 રૂપિયા પર રહ્યો
તમને જણાવી દઈએ કે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિપ્રોનો એકત્રિત ચોખ્ખો નફો 35.6 ટકા વધીને 3,242.6 કરોડ રૂપિયા થયો હતો. કંપનીએ અગાઉ નાણાકીય વર્ષ 2020-21ના સમાન ક્વાર્ટરમાં 2,390.4 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. વિપ્રોએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે જૂન 2021 ક્વાર્ટરમાં તેની ઓપરેટિંગ આવક 22.3 ટકા વધીને 18,252.4 કરોડ રૂપિયા થઈ હતી.