કોણે કહ્યું Mukesh Ambaniમાં અરબી લોહી છે? પિતા ધીરુભાઈ અંબાણીને ખાસ કર્યા યાદ

મુકેશ અંબાણીનો જન્મ યમનના અદનમાં થયો હતો. તેમની પાસે આજે 2,718 અબજથી વધુની સંપત્તિ છે. તેઓ દેશના એકમાત્ર ઉદ્યોગપતિ છે, જેને Z+સુરક્ષા આપવામાં આવી છે.

કોણે કહ્યું Mukesh Ambaniમાં અરબી લોહી છે? પિતા ધીરુભાઈ અંબાણીને ખાસ કર્યા યાદ
Mukesh Ambani - Chairman, RIL
| Edited By: | Updated on: Jul 05, 2021 | 5:56 PM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કતાર ઈકોનોમિક ફોરમમાં પશ્ચિમ એશિયા સાથેના તેમના જોડાણ વિશે કહ્યું હતું કે, “મારો જન્મ યમનમાં થયો હતો. કારણ કે મારા પિતા એક યુવાન ભારતીય તરીકે યમન ગયા હતા. તેઓ હંમેશા કેહતા હતા કે મારામાં અરબી લોહી છે. તેમણે વધુમાં કહ્યું કે, બધા આરબ દેશો અને ભારત વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો છે.

 

કતાર દેશ માટે અંબાણીએ કહ્યું કે “ભારતમાં કટોકટી દરમિયાન આપણે કતારની મિત્રતાને ક્યારેય ભૂલી નહીં શકીએ. કોરોના રોગચાળાની સેકન્ડ વેવ દરમિયાન વ્યાપારથી આગળ વધીને તમામ પેસેન્જર વિમાનોને દવા અને અન્ય જરૂરી ચીજો પુરી પાડતી હતી અને સપ્લાયમાં વપરાયા હતા.

 

મહત્વનું છે કે, ગલ્ફ દેશોના સોવરિન વેલ્થ ફંડે રિલાયન્સના ડિજિટલ અને રિટેલ બિઝનેસમાં રોકાણ કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગર (Jamnagar)માં વિશ્વના સૌથી મોટા રિફાઈનરી સંકુલનું સંચાલન કરે છે. તેમાં પેટ્રોલ, ડીઝલ જેવા ઉત્પાદનો પશ્ચિમ એશિયા અને અન્ય દેશોના કાચા તેલને સુધારીને તૈયાર કરવામાં આવે છે.

 

તમને જણાવી દઈએ કે, 19 એપ્રિલ 1957ના રોજ મુકેશ અંબાણીનો જન્મ યમનના અદનમાં થયો હતો. તેમની પાસે આજે 2,718 અબજથી વધુની સંપત્તિ છે. તેઓ દેશના એકમાત્ર ઉદ્યોગપતિ છે, જેને Z+સુરક્ષા આપવામાં આવી છે. જે દેશમાં સુરક્ષા સેવાનું ઉચ્ચતમ સ્તર છે. અમેરિકાના ટાઈમ મેગેઝિનમાં મુકેશ અંબાણીને 2019ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવવામાં આવેલ છે.

 

આ પણ વાંચો: Maharashtra: પોતાના સામેની EDની કાર્યવાહી ટાળવા અનિલ દેશમુખ પહોચ્યા સુપ્રિમ કોર્ટના શરણે

 

આ પણ વાંચો: કોરોનાકાળ દરમિયાન પણ ભારતીય રેલવેને થયો મોટો નફો, જાણો ભંગારના વેચાણથી કરી કેટલા હજાર કરોડની કમાણી