AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme : પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે કે નહીં, આ રીતે કરો ચેક

આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં ખેડૂતો (Farmers) ના ખાતામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. તમને યોજનાનો આ હપ્તો મળશે કે નહીં, તમે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોઈને જાણી શકો છો.

PM Kisan Scheme : પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે કે નહીં, આ રીતે કરો ચેક
FarmersImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 1:16 PM
Share

PM Kisan 11th installment: ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme)ના 11મા હપ્તા (11th installment of PM Kisan)ના પાત્રતા ધરાવતા ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ પીએમ કિસાનનો 11મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. તમને યોજનાનો આ હપ્તો મળશે કે નહીં, તમે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોઈને જાણી શકો છો. યોજનાના લાભાર્થીઓની યાદી પીએમ કિસાનના પોર્ટલ પર જઈને જોઈ શકાય છે.

આ રીતે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જુઓ

  1. સૌ પ્રથમ તમારે PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે.
  2. પોર્ટલ પર, મેનૂ બારમાં, ‘Farmer Corner’ પર ક્લિક કરો.
  3. પછી લાભાર્થીની સૂચિ / ‘Beneficiary list’ ટેબ પર ક્લિક કરો.
  4. હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામની માહિતી અહીં દાખલ કરવાની રહેશે.
  5. આ પછી તમારે ‘Get Report’ પર ક્લિક કરવાનું રહેશે. આ સાથે તમને તમારા સ્ટેટસ વિશે પણ જાણકારી મળશે.

આ રીતે સ્કીમમાં નોંધણી કરાવો

ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી કરાવી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારે https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે. તેની પ્રક્રિયા નીચે મુજબ છે.

  1. PM કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો. અહીં ‘Farmer Corner’ પર ક્લિક કરો.
  2. આ પછી, ‘New Farmer Registration’ ટેબ પર ક્લિક કરો.
  3. આ પછી તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.
  4. તે પછી કેપ્ચા કોડ ભરીને તમારું રાજ્ય પસંદ કરો.
  5. હવે તમે એક ફોર્મ જોશો. અહીં તમારે પૂછવામાં આવેલી માહિતી દાખલ કરવાની રહેશે.
  6. તમારે તમારું બેંક ખાતું અને ખેતી સંબંધિત માહિતી અહીં દાખલ કરવી પડશે.
  7. પછી સબમિટ પર ક્લિક કરો. આ સાથે તમારી અરજી રજીસ્ટર થઈ જશે.

જો તમે PM કિસાન યોજનામાં ઑફલાઇન માધ્યમથી નોંધણી કરાવવા માંગતા હોવ, તો તમારે કિસાન કોમન સર્વિસ સેન્ટર (PM Kisan Common Service Center)ની મુલાકાત લઈને નોંધણી કરાવવી પડશે.

આ પણ વાંચો: Tech News: સરકારની Paytm સાથે ભાગીદારી, યુઝર્સ લઈ શકશે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો, જાણો કેવી રીતે?

આ પણ વાંચો: Organic Fertilizers: ખેડૂતો આ રીતે કેળાની ડાળીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને કમાઈ શકે છે નફો, જાણો સંપૂર્ણ પ્રોસેસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">